GSTV
Corona Virus Trending

કોરોના વેક્સિન/ કોવેક્સિન અને કોવીશીલ્ડના નામ પર છેતરપિંડી!બ આ લેબલ જોઈ અસલી અને નકલી જાણી શકો છો અંતર

કોવેક્સિન

દેશમાં કોરોના રસીકરણનું કામ તેજીથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેટલાક તત્વો આપદામાં અવસર શોધી રહ્યા છે અને બજારમાં નકલી વેક્સિન ઉતારી રહ્યા છે. એવામાં લોકોનું ધ્યેય કેવી કમાણી કરવાનું છે. જો કે દિવસમાં ઘણી નકલી વેક્સિનનો પર્દાફાશ થયો છે ત્યાર પછી કેન્દ્રીય મંત્રાલયએ એક ગાઇડલાઇન્સ જારી કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે નકલી અને અસલી વેક્સિનની કેવી રીતે ઓલખ કરી શકો. હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કહ્યું કે દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં કોવીશીલ્ડના નકલી અથવા પાઇરેટ વર્ઝન જોવા મળ્યા છે જેણે સાવધાન રહેવું જોઈએ.

ભારતમાં હજુ પણ ત્રણ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. એમાં કોવેક્સિન, કોવીશીલ્ડ અને રુસી વેક્સિન સ્પુટનિક વીનું નામ છે. આ ત્રણ વેક્સિનની ઓળખ માટે એક ખાસ રીત જણાવવામાં આવે છે જેને સામાન્ય વ્યકતિ પણ ઓળખી શકે છે.

કોવીશીલ્ડ

વેક્સીન
 • આ વેક્સિન પર SII અથવા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું પ્રોડક્ટ લેબલ જરુર જુઓ. આ કોવીશીલ્ડની અસલી ઓળખ છે.
 • કલર લેબલનો રંગ ડાર્ક ગ્રીન રાખવામાં આવ્યો છે. તેનું નામ શેડ પેન્ટોન 355C આપવામાં આવ્યું છે. આ સાથે, કોવિશિલ્ડની એલ્યુમિનિયમ સીલનો રંગ પણ ડાર્ક ગ્રીન આપવામાં આવ્યો છે.
 • ટ્રેક માર્ક કોવિશિલ્ડનું નામ શીશી પર લખેલું છે
 • ધ્યાનમાં રાખો કે રસીનું નામ શીશી પર સામાન્ય ફોન્ટમાં લખાયેલું છે, બોલ્ડ ફોન્ટમાં નહીં.
 • સામાન્ય નામના અંતે રિકોમ્બિનન્ટ છાપવામાં આવશે
 • તે લેબલ પર લખાયેલું છે – CGS NOT FOR SALE
 • રસી પર ખાસ ફોલ્ડ સાથે SII નો લોગો છાપવામાં આવ્યો છે. દરેક લોકો આ લોગોને ઓળખી શકતા નથી. જેઓ રસીની વિગતો જાણે છે તે જ તેને પકડી શકશે.
 • વેક્સિનના અક્ષરો સફેદ સહિથી લખેલા છે
 • કોવિશિલ્ડની રચના હનીકોમ્બ શૈલીમાં લખાઈ છે જે ફક્ત ચોક્કસ ખૂણા પર જોઈ શકાય છે
 • હનીકોમ્બ પેટર્ન ક્યાંક બદલાઈ ગઈ છે જેને સામાન્ય માણસ પકડી શકતો નથી. જેઓ આ બાબતથી વાકેફ છે તેઓ જ આ પરિવર્તનને સમજશે.

કોવેક્સિન

 • યુવી હેલિક્સ કોવેક્સિનના લેબલ પર છાપવામાં આવે છે. આ માળખું DNA જેવું છે જે માત્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં જ જોઈ શકાય છે
 • સૂક્ષ્મ લખાણ કોવેક્સિન શબ્દ હેઠળ છુપાયેલું છે
 • રસીનો X અક્ષર લીલા વરખની અસર ધરાવે છે.
 • વેક્સિન લેબલ પર હોવોગ્રાફિક અસર છે જેમાં કોવેક્સિન લખેલું છે

સ્પુતનિક વી

સ્પુતનિક
 • આ રસી રશિયામાં બે મેન્યુફેક્ચરિંગ સાઇટ્સમાં બનાવવામાં આવી છે તેથી શીશી પર એક સાથે બે પ્રકારના લેબલ છે. સ્પુતનિક V ની તમામ શીશીઓમાં એક જ પ્રકારની વિગત છે, ડિઝાઇન પણ સમાન છે. માત્ર મેન્યુફેક્ચરિંગ સાઇટનું નામ અલગ છે
 • સ્પુતનિક વેક્સીન કાર્ટનમાં આગળ અને પાછળ અંગ્રેજીમાં સ્પુટનિક વી લખેલું છે. અહીં કાર્ટન એટલે 5 એમ્યુલનું પેક છે. સ્પુતનિક વી બાકીના કાર્ટનની બધી બાજુઓ પર રશિયનમાં લખાયેલું છે.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV