GSTV
Business Trending

કામની વાત/ આધાર કાર્ડ અસલી છે કે નકલી હવે સરળતાથી ચેક કરી શકશો, આ 5 સ્ટેપ્સમાં જ થઇ જશે તમારુ કામ

આધાર

સમયે, આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. તમારે તમારું ઘરનું કામ કરવું હોય કે બેંકિંગનું કામ કરવું, દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. આવી સ્થિતિમાં, જો તમને જાણ થાય કે તમારી પાસે જે આધારકાર્ડ છે  તે બનાવટી છે, તો મુશ્કેલીઓ વધે છે. તેથી તમારા માટે તમારો આધાર નંબર બનાવટી છે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રીતે તમે અસલી અને નકલી આધારને ઓળખી શકો છો.

ચાલો અમે તમને જણાવી દઈએ કે આધારને લગતી ઓનલાઇન માહિતી માટે મોબાઇલ નંબર રજીસ્ટર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારું ઇમેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર વેરિફાય કરી શકો છો કે જે રજીસ્ટ્રેશન સમયે અથવા નવી આધાર વિગતોના અપડેટ દરમિયાન જાહેર કરવામાં આવ્યા છે. આધાર ઓનલાઇન સેવાઓ મેળવવા માટે, તમારી પાસે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જોઈએ. જો તમારે આધારને લગતી ફરિયાદ નોંધાવવી હોય તો તમારે આ માટે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરવો પડશે.

આધાર કાર્ડ અસલી છે કે નકલી આ રીતે ચેક કરો

>> પ્રથમ તમે આધાર https://resident.uidai.gov.in/aadhaarverifications ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

>> અહીં તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે, પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમારે તમારો આધાર નંબર એન્ટર કરવો પડશે.

>> તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી ડિસ્પ્લેમાં બતાવેલ કેપ્ચા દાખલ કરો.

>> હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પેજ ખુલશે જેમાં તમને એક મેસેજ મળશે જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે.

>> આ સાથે, તમારી સંપૂર્ણ વિગત નીચે હશે. તે જ સમયે, જો નંબર નકલી છે, તો ઇનવેલિડ આધાર નંબર તેવુ લખેલુ જોવા મળશે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV