GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આવી રીતે છુપાવો વ્હોટ્સએપના સિક્રેટ ચેટ, ડિલીટ કરવાની જરૂરત નથી

જ્યારે તમે વ્હોટ્સએપ ઉપર કોઈની સાથે સિક્રેટ ચેટ કરી રહ્યાં હો ત્યારે તમને મોટો ડર લાગે છે કે જો કોઈના હાથમાં ફોન લાગ્યો તો તેના આ ચેટને કોઈ વાંચી ના લે. જો તમે અમે બતાવેલી ટ્રીકનો ઉપયોગ કરશો તો તમારે તે ડર પૂર્ણ થઈ જશે. અમે તમને ચેટને ડિલીટ કરવાની વાત નથી કરી રહ્યાં. તમે ચેટને ડિલીટ કર્યાં વગર જ વ્હોટ્સઅપના સિક્રેટ મેસેજ છુપાવી શકો છો.

કમાલનું છે આ ફિચર્સ

અહીંયા અમે વ્હોટ્સએપના જે ફિચરની વાત કરવા જઈ રહ્યાં છીએ તેનું નામ આર્ચીવ ચેટ છે. આ ફિચરનું કામ તમારી ચેટને વ્હોટ્સએપ ચેટ સ્ક્રિન ઉપરથી હટાવી દેશે. જેને તમે ગમે ત્યારે પાછુ પણ લાવી શકો છો. તમે ગ્રુપ અને પર્સનલ બંને તરીકેના ચેટ છુપાવી શકો છો.

આવી રીતે છુપાવો સિક્રેટ ચેટ

  • સૌથી પહેલા વ્હોટ્સએપ ઓપન કરો
  • જે ચેટને છુપાવવા માંગો છો તેના ઉપર થોડી વાર પ્રેસ કરી રાખો.
  • ઉપરની તરફથી તમકે આર્ચીવનું ઓપ્શન દેખાશે. તેને સિલેક્ટ કરો.
  • હવે તમારી ચેટ સ્ક્રીન ઉપરથી તે ગાયબ થઈ જશે.

આવી રીતે પાછું લાવો

  • સૌથી પહેલા વ્હોટ્સએપ ઓપન કરો.
  • હવે ચેટ્સ સ્ક્રિનમાં સ્ક્રોલ કરતા સૌથી નીચે જાઓ.
  • અહીંયા તમને આર્ચીવનો ઓપ્શન દેખાશે. તેના ઉપર ટેપ કરો.
  • હવે ચેટને થોડીવાર પ્રેસ કરીને રાખો અને અનઆર્ચીવ આઈકોન ઉપર ટેપ કરો.

Related posts

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari

માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!