GSTV

શું તમે પણ ફોનની ગેલરીમાં પ્રાઈવેટ ફોટો અને વીડિયો છુપાવવા માગો છો ? તો આ છે સરળ રીત

સ્માર્ટફોન યૂઝર WhatsApp પણ યૂઝ કરતા જ હશો અને તેમા પોતાના મિત્રો સિવાય ઘણા અલગ-અલગ ગૃપ્સથી જોડાઈ રહ્યા છે. ઘણી વખત એવુ હોય છે કે, આ ચેટ્સ દરમિયાન કેટલાક એવા ફોટો અને વીડિયો આવી જાય છે જે તમે દરેક વ્યક્તિને બતાવી શકતા નથી અને ઈચ્છતા પણ નથી કે તે જોવે. એવામાં ફોટો અને વીડિયોને પોતાના ફોનની ગેલરીમાં બધાની નજરોથી ડિલીટ કર્યા વગર જ બચાવવાની રીત ખૂબ જ ઓછા લોકો જાણે છે. આવી જ એક રીત અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેની મદદથી તમે તમારા ફોનમાં આ વસ્તુઓને છુપાવી શકે છે. અમે Android અને iOS બંને યૂઝર્સ માટે આ ટ્રિક દર્શાવવા જઈ રહ્યા છે.

Android યૂઝર્સ માટે આ છે ટ્રિક

  • તે માટે તમારે તમારા ફોનની ગેલરીમાં એક ફોલ્ડર બનાવવી હશે. આ એક હિડન ફોલ્ડ હશે જેમાં સેવ કરવામાં આવેલ કન્ટેન્ટ પણ હાઈડ જ રહેશે. આ એક નોર્મલ રીત જ છે જે Google Photosમાં કામ કરે છે. તે માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવાના છે.
  • પોતાના સ્માર્ટફોનમાં Google Photo App ખોલો.
  • જેમાં તે ફોટો અને વીડિયોને પસંદ કરો જેને તમે છુપાવવા માગો છો.
  • ત્યારબાદ ઉપર જમણી બાજુ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખુલનાર મેન્યૂમાં Move to Archive નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • આવુ કરતા જ તમારો ફોટો અને ફોટો તે ફોલ્ડરમાં સેવ થઈ જશે. આ ફોટોને ગૂગલના ફોટોવાળા ઓપ્શનમાં જઈને ક્યારેય પણ એક્સેસ કરી શકે છે.

iOS યૂજર આ સ્ટેપ્સને કરે ફોલો

  • આ રીતે Apple સ્માર્ટફોન યૂઝર્સ માટે પણ ટ્રિક છે, જેની મદદથી તમે આ ફોટો અને વીડિયોને છુપાવી શકો છો.
  • તે માટે સૌપ્રથમ પોતાના iPhone અથવા iPad માં ફોટો એપ પર ક્લિક કરો.
  • જે આલ્બને જોવો છે તેને સિલેક્ટ કરો.
  • ત્યારબાદ ઉપર જમણી બાજુ આપવામાં આવેલ ઓપ્શનને પસંદ કરો
  • જે ફોટોને છુપાવવા છે તેને પસંદ કરો.
  • શેર બટન સિલેક્ટ કરો અને અહીંયા શેર શીટ મેન્યૂમાં હાઈડવાળો વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ કંફર્મ કરો.

READ ALSO

Related posts

ભારતીય Driving Licenseને લઈને મોટા સમાચાર, સરકારે રાજ્યોને કર્યો આ આદેશ

Ankita Trada

આઈપીએલમાં 3 સિઝનમાં 55 વિકેટ ઝડપનાર આ બોલર વિકેટો લેવા પર નહીં પરંતુ ચુસ્ત બોલિંગ ઉપર આપે છે ધ્યાન

Karan

જીજી હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ આવ્યા કોરોનાની ઝપેટમાં, વાંસદા તાલુકા સેવાસદનમાં કોરોનાનો પગ પેસારો થતા ત્રણ દિવસ બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!