GSTV
Home » News » 60ની ઉમરે પણ 16 વર્ષની છોકરીઓ ગાલમાં પપ્પી કરે એ માટે ઉમર છુપાવવા માટે કરો આ ઉપાય

60ની ઉમરે પણ 16 વર્ષની છોકરીઓ ગાલમાં પપ્પી કરે એ માટે ઉમર છુપાવવા માટે કરો આ ઉપાય

hide age sahiyar


કૃતિ એક સચ્ચાઈ છે, દરેક વ્યક્તિ પોતાની ઉંમરને છુપાવવાની ઈચ્છા રાખતો હોય છે. આ માટે તે દરેક પ્રકારના પ્રયાસ કરે છે. આ પ્રકારની લાલસા સ્ત્રીઓમાં ખાસ જોવા મળે છે, પછી એ શહેરની છોકરી હોય કે ગામડાની પણ પોતાની ઉંમરને છુપાવવા માટેનો પ્રયાસ કરતી હોય છે.

કેટલીક વાર તમે પણ કોઈને જોઈને ચકરાવામાં પડી ગયા હશો. સોળ વર્ષની સુંદરી દેખાતી યુવતી બે બાળકોની માતા છે. વિદેશમાં તો ‘પર્સનાલિટી એક્સપર્ટ’ પણ હોય છે. તેઓ યુવાન દેખાવા માટે કેમ રહેવું, શું પહેરવું વગેરે બાબતમાં સલાહ આપતા હોય છે. જેનાથી તમારી ઉંમર કરતાં પાંચ-દસ વર્ષ ઉંમર ઓછી દેખાય છે.

આ માટે ત્વચા સંબંધી પૂરતું જ્ઞાાન હોવું જરૂરી છે. ફેશન, હેરસ્ટાઈલ તથા પોશાક અંગેની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. પ્રત્યેક સ્ત્રી અને પુરુષ પર અલગ અલગ પોશાક બંધબેસતા હોય છે.

એક સામાન્ય કહેવત છે કે પુરુષોને તેનો પગાર અને સ્ત્રીઓને તેની ઉંમર પૂછવી તે અસંસ્કારિતાની નિશાની ગણાય છે. એક સમાજશાસ્ત્રીએ તો ત્યાં સુધી કહ્યું  છે કે સ્ત્રીઓને રિવોલ્વરની અણીએ ઉંમર પૂછશો તો પણ કદાચ સાચી ઉંમર નહીં બતાવે.

અમેરિકાનાં એક જાણીતા માનસશાસ્ત્રી ડૉક્ટરે વ્યક્તિત્વ વિશેષજ્ઞાોના એક સેમિનારમાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ઊંડાણથી પોતાની જાતનો અભ્યાસ કરે અને ગંભીરતાપૂર્વક કેટલાક ઉપાયોનો અમલ કરશે તો તે પોતાની ઉંમરને ઓછામાં ઓછી આઠથી દસ વર્ષ જરૂર છુપાવી શકશે અને જો વધુ પ્રયાસ કરશે તો પંદરથી વીસ વર્ષ નાના દેખાવવાનું પણ શક્ય કરી શકશે. પરંતુ આ માટે અંદર અને બહાર બંને વ્યક્તિત્વમાં બદલાવ લાવવો જરૂરી છે.

કોસ્મેટિક તથા સૌંદર્યપ્રસાધનો ઉપરાંત માનસિક રીતે પણ તમારામાં બદલાવ લાવશો તો તમે તમારી ઉંમર કરતા યુવાન લાગશો. આ અંગે ઘણાં સંબંધિત વિશેષજ્ઞાો સાથે વાતચીત કરી. તેમના કહેવા મુજબ તમે કંઈક આ રીતે પરિવર્તન લાવી શકો છો.

* સૌ પ્રથમ તમે દરેક વયની વ્યક્તિ સાથે હળીમળીને વાત કરવાની કળા શીખી લો.

* વાતો એવી હોવી જોઈએ જેમાંથી હાસ્ય સ્ફૂટ થતું હોય અને રોમેન્ટિક હોય છતાં તેમાં અભદ્રતા કે અશ્લીલતા હોવી જોઈએ નહીં.

* વાતો કરો ત્યારે હસીને વાત કરજો.

* સામાની આંખમાં આંખ પરોવીને વાત કરો.

* ગુસ્સો હોય તો પણ ક્રોધથી વાત ન કરવાની રીત શીખી લો.

* કેટલાક લોકોને લાગે છે કે જો ધર્મની વાત કરીશ તો ઉંમર છતી થઈ જશે પરંતુ આ વાત સાચી નથી. વાતોમાં તમે ધાર્મિકતા સાથે ઐતિહાસિક વાતોને પણ સાંકળી શકો છો.

* ખાનપાનમાં લીલાં શાકભાજી તથા ફળફળાદી વધુ લેશો તો માનસિક હળવાશ અનુભવશો તથા ચહેરા પર તાજગી અને આનંદના ભાવો ઉંમર છુપાવી રાખશે. શાકાહારી વ્યક્તિની ઉંમર માસાહારી વ્યક્તિની ઉંમર કરતાં નિ:સંદેહ ઓછી દેખાય છે. પરંતુ તેલ, ઘી, માખણ ચહેરા અને શરીર પર અવળી અસર કરે છે. આ બધા ચરબીવાળા પદાર્થોથી દૂર રહેશો એટલા તાજગીભર્યા દેખાશો.

* વૈજ્ઞાાનિકોએ જાતીય શરીર સંબંધને લાભકારક બનાવ્યો છે. જાતીય સંબંધ ભલે ઓછો હોય પરંતુ તે સંતોષકારક અને ઉભયની સંમતિથી કરાય તો વ્યક્તિ વૃદ્ધાવસ્થાને ઘણા સમય સુધી દૂર રાખી શકે છે.

પશ્ચિમ જર્મનીની મનોચિકિત્સકે તેમના એક ચર્ચાસ્પદ પુસ્તક  ‘ફર્મિંગ ફ્રેશનેસ’માં લખ્યું છે કે વ્યક્તિએ માત્ર છ થી આઠ કલાક સૂવું જોઈએ. કસમયની ઊંઘ તમને વૃદ્ધત્વ તરફ લઈ જાય છે. સાથે ટેલિવિઝનથી દૂર રહેવું અને પુસ્તકો તરફ ધ્યાન આપવું જોઈએ.

ડૉક્ટરે વધુમાં કહ્યું છે કે સકારાત્મક વિચારસરણી આંખોમાં ચમક અને ચહેરા પર તેજ લાવશે. સવારે વીસથી ત્રીસ મિનિટ ફરવા જશો તો ચહેરાનું તેજ વધશે. સવારે નિયમિત ફરવા જવાનું રાખવું જ જોઈએ. તેનાથી ઉંમર છુપાવી શકાય છે.

મુંબઈના ‘ડાયેટિશિયન’ (આહાર વિશેષજ્ઞા) ડૉક્ટર સાથે વાતચીત કરી તો તેમણે અલ્પાહાર પર ભાર મૂકતાં જણાવ્યું કે માણસે પોતાની ભૂખ કરતાં ઓછું ભોજન કરવું જોઈએ. મીઠા તથા ખાંડનો ઉપયોગ નામ માત્રનો કરવો જોઈએ. શાકાહારી ભોજનની ટેવ તમને વૃદ્ધત્વથી બચાવી શકે છે.

યાદ રહે કે કૃત્રિમ સૌંદર્યપ્રસાધનોનો વધુ પ્રમાણમાં તથા વધારે લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો ત્વચા માટે નુકસાનકારક છે. યુવાન દેખાવા માટે શારીરિક તથા માનિસક રીતે પણ બદલાવું જરૂરી હોય છે.

READ ALSO

Related posts

હવે એમેઝોન પણ પિરસશે ભોજન, Swiggy-Zomato સાથે થશે સીધી ટક્કર

Arohi

નિર્ભયા કેસ: ચારેય દોષીતોનું આ છેલ્લું હવાતિયું, ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવા માગ

Pravin Makwana

કોંગ્રેસનો કારમો રકાસ, એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય રહેલા રામસિંહ પરમારે આજે અહીં આપી જોરદાર પછડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!