ઘણી વખત તમે અનુભવ્યું હશે કે સવારે ઉઠ્યા પછી તમને તમારી ગરદન અકડાઈ જાય છે, જેના કારણે તમને ભારે પીડાનો સામનો કરવો પડે છે, અને પછી ગરદન હલાવવામાં તકલીફ થાય છે. જો કે આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઊંચુ ઓશીકું લેવું, ખોટી પોશ્ચરમાં સૂવું, કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું, પરંતુ કેટલીકવાર આ આદતોમાં સુધારો કર્યા પછી પણ ગરદનની અકડ ઠીક થતી નથી, તો પછી મેનિન્જાઇટિસ હોઇ શકે છે.. કદાચ. ચાલો જાણીએ આ સમસ્યાને દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ.

ગરદનની અકડ કેવી રીતે દૂર કરવી?
ગરદનનું તાપમાન બદલો
જો તમારી ગરદન લાંબા સમયથી અકડાઈ જવાને કારણે દુખી રહી છે, તો અહીં સ્નાયુઓમાં થોડી ગરમી લાવો. આ માટે તમે હોટ વોટર બેગથી નેક મસાજ કરી શકો છો. કેટલાક લોકો ગળા પર આઈસ બેગ પણ લગાવે છે. બંને પદ્ધતિઓ અપનાવવાથી ઘણી રાહત મળે છે. ધ્યાનમાં રાખો કે માત્ર 10 થી 15 મિનિટ માટે જ શેક કરો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
એન્ટીઇંફલામેટ્રી મેડિસિન
ગરદનના સોજાને ઘટાડવા માટે, તમે ડૉક્ટરની સલાહ પર બળતરા વિરોધી દવાઓ અથવા પેઇન કિલર લઈ શકો છો. તેનાથી દુખાવામાં ઘણી રાહત મળે છે, પરંતુ તે પહેલા જરૂરી ટેસ્ટ કરાવી લો.

મસાજ કરાવો
દર્દ દૂર કરવા માટે મસાજ કરવાની ટેક્નિક સદીઓથી ચાલી રહી છે, તમે પણ ગરદનના દુખાવા માટે દાદીમાની આ રેસિપી અપનાવી શકો છો. જો કે, જાતે મસાજ કરવાને બદલે, ફિઝિયોથેરાપિસ્ટની મદદ લો.
કસરત અને યોગ કરો
જો આપણે એક જગ્યાએ બેસીને અથવા શારીરિક પ્રવૃત્તિઓ ન કરવાને કારણે ગરદનના દુખાવો પેદા થાય છે. દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે ગરદનની કસરત અને યોગની મદદ લઈ શકો છો. જો કે, ટેનર અથવા નિષ્ણાતની હાજરી વિના આ કરશો નહીં.
READ ALSO
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી