GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

માથામાં ખંજવાળ આવતી હોય તો આ રહ્યાં અસરકારક ઉપાય

માથામાં આવતી ખંજવાળ લોકો વચ્ચે તમને શરમજનક સ્થિતીમાં મુકી શકે છે. માથામાં ખોડો, પરસેવો, માથાની રુક્ષ ત્વચા ખંજવાળનું કારણ બની શકે છે. તેવામાં કેટલાક સરળ ઉપાય મદદરૂપ સાબિત થઈ શકે છે. 

ઠંડા પાણીથી માથું ધોવું

ઘણા લોકોને ટેવ હોય છે કે તે હુંફાળા પાણીથી વાળ ધોતા હોય છે. આમ કરવા પાછળનું કારણ હોય છે કે તેમની માન્યતા હોય છે કે તેનાથી ખોડો દૂર થાય છે. પરંતુ આમ કરવું નહીં, હુંફાળા પાણીથી વાળ ધોવામાં આવે તો માથાની ત્વચાને નુકસાન થાય છે. એટલા માટે વાળ હંમેશા ઠંડા પાણીથી જ ધોવા જોઈએ.

બેબી શેમ્પૂ

મોટાભાગના શેમ્પૂમાં હાર્ડ કેમિકલ હોય છે જે વાળની ત્વચાને નુકસાન કરે છે. તેનાથી પણ માથામાં ખંજવાળ આવે છે. એટલા માટે વાળ ધોવા માટે બેબી શેમ્પૂનો ઉપયોગ કરવો.

લીંબૂનો રસ

એક ચમચી લીંબૂના રસમાં દહીં ઉમેરી અને માથામાં લગાવો, 10થી 15 મિનિટ પછી વાળ ઠંડા પાણીથી સાફ કરી લેવા. લીંબૂનો રસ માથું ધોવાના પાણીમાં પણ ઉમેરી શકાય છે. 

નાળિયેરનું તેલ

વાળને મોઈશ્ચરાઈઝ કરવા માટે નાળિયેરનું તેલ લાભકારી છે. સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર નાળિયેરનું તેલ લગાવવું 10 મિનિટ માલિસ કરવી અને પછી 1 કલાક બાદ વાળ સાફ કરી લેવા.

Read Also

Related posts

દુલ્હનના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવશે આ સોનાનું માસ્ક, જરૂર પડે નેકલેસ પણ બની જશે

Bansari

10 લાખ હેક્ટરમાં બનશે હર્બલ કોરિડોર : 7,000 નવી ઔષધિય પ્રજાતીઓ રોપશે સરકાર, 4,000 કરોડ ફાળવ્યા

Dilip Patel

TIKTOKની વાઇરસ વાળી એપીકે ફાઇલ અને લિંકએ એક વાયરસ, તમારા ફોનમાં હોય તો તુરંત કરો ડિલીટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!