GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

શરીરના બેડોળપણા માટે સેલ્યુલાઇટ છે જવાબદાર, આ રીતે મેળવો છૂટકારો

વધતી  ઉંમરની સાથે સાથે જ્યાં આપણી  શારીરિક   શક્તિ  ઘટવા લાગે છે ત્યાં ચરબીના અભાવને  કારણે શરીર બેડોળ દેખાય છે. ઉમર ભલે ગમે તે હોય પણ લોકોમાં  પોતાના શારીરિક સૌંદર્ય પ્રત્યેની  લાલસા જળવાઈ રહે છે.

ખાસ કરીને સ્ત્રીઓમાં સ્કિન-ટાઈટ ડ્રેસીસ, મિનીઝ અને બિકીની  વગેરે  પહેરવાની ઈચ્છા દબાયેલી હોય છે. એમના  આ શોખમાં  મોટા ભાગે એમની શારીરિક રચના    બેડોળપણું  જ અવરોધક બને છે. લગ્ન પછી, પ્રસૂતિ  પછી સગર્ભાવસ્થા અને  વય પરિવર્તન દરમિયાન  થતાં હોર્મોન્સના  પરિવર્તનની સાથે સેલ્યુલાઈટનો પ્રભાવ સ્ત્રીના  શરીર પર દેખાવા લાગે છે. મહિલાઓનાં  શરીરનાં  ઘૂંટણ, પેડુ, જાંઘ અને હાથો જેવા કેટલાક ભાગોમાં  ચરબીનો  ભરાવો  ગાંઠ રૃપે  સ્પષ્ટ દેખાવા લાગે છે.

જૂના  સમયમાં  વયોવૃધ્ધ સ્ત્રીઓ નવી પ્રસૂતાને  ખાસ ભલામણ કરતી કે  સગર્ભાવસ્થા  દરમિયાન કે પ્રસૂતિ પછી  પેટ પર ખરજ ન કરવી નહીં તો નિશાન પડવાની શક્યતા  રહે છે. જો કે સેલ્યૂલાઈટ નિષ્ણાતો આવાં નિશાનોનું  કારણ ત્વચા નીચે ચરબી અને વિજાતીય પદાર્થોનો ભરાવો માને છે.

નિષ્ણાતોનો  અભિપ્રાય

મોડેલિંગ એને  ફિલ્મોનાં ક્ષેત્રોેને બાદ  કરતાં પરફેક્ટ બોડી  દેખાવાનું  અશક્ય બનતું જાય છે. સેલ્યૂલાઈટ માટે નિષ્ણાતોનો ભિન્ન  મત છે. કેટલાક ચિકિત્સક અને માત્ર ચરબી માને  છે. જ્યારે સેલ્યૂલાઈટર નિષ્ણાતો  એને ત્વચા નીચે ચરબી, પાણી અને  વિજાતીય પદાર્થોનો નકામો ભરાવો માને છે, જે  શરીરનાં કેટલાંક  નાજુક અંગોમાંથી કઠણ ચરબીવાળા ખૂણામાં  જમા થઈને  ગાંઠનું રૃપ  ધારણ કરે છે. આ ગાંઠો ત્વચાને નિયંત્રિત કરનારા રેષાઓને  ધકેલીને રેષાઓની  ઉપર આવી જાય છે. પરિણામે  ત્વચા  સંતરાની  છાલ જેવા  ઊંચા નીચા  દેખાવા લાગે છે.

સ્ત્રી-પુરુષ બંનેમાં  સેલ્યૂલાઈટની સમસ્યા  થાય છે,  પરંતુ પુરુષોની  સરખામણીમાં  સ્ત્રીઓમાં  આ સમસ્યા  હોર્મોન્સ પરિવર્તનને કારણે સામાન્ય  રીતે થાય જ છે. લોકોમાં સેલ્યૂલાઈટ માટે એવી સાધારણ  માન્યતા પ્રવર્તે છે કે આ વંશપરંપરાગત છે, પરંતુ આ માન્યતાને કારણે આ સમસ્યાની અવગણના કરવાનું ઉચિત નથી. આથી નિષ્ણાતોના  અભિપ્રાય  અનુસાર તમે  આ  સમસ્યાથી છૂટ મેળવવાનો  પ્રયાસ કરો. આ માટે એ જાણવાનો  પણ પ્રયાસ કરો કે સેલ્યૂલાઈટ સમસ્યા કેમ અને ક્યાં  કારણોસર થાય છે?

કારણ :  સેલ્યૂલાઈટ નિષ્ણાતોના મતે સેલ્યૂલાઈટનું  કારણ માનસિક અને શારીરિક તાણ અને ઉચિત ખાનપાનનો  અભાવ છે. આ ઉપરાંત શારીરિક   પ્રવૃત્તિનો  અભાવ પણ આનુ ંકારણ  હોઈ શકે છે.

શરીરમાં  સેલ્યૂલાઈટ  નિર્માણ ન થાય તથા શરીરમાં અગર એની ઉપસ્થિતિ હોય તો એને નિયંત્રિત રાખવામાં  આપણું ભોજન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આથી તીખા મસાલા,  તળેલું ભોેજન અને ચરબીવાળું ભોેજન નિયત માત્રામાં  જ લો અને પોતાને માનસિક તાણથી બચાવો. પ્રયાસ કરો કે શરીરમાં ઉત્તેજનના પેદા કરે એવું ભોજન ન લેવામાં આવે. ભોેજનમાં ચોકલેટ, આલ્કોહોલ, કેક, પેસ્ટ્રી અથાણાંને બદલે રેષાવાંળા ફળો અને શાકભાજી, થૂલાવાળો  લોટ, વિવિધ કઠોળ-દાળનો લોટ અને ફોતરાંવાળી દાળ વગેરે વધુ માત્રામાં લો.

સેલ્યૂલાઈટને   કારણે  અગર તમારા  શરીરમાં ખરબચડાપણું  આવી રહ્યું હોય તો સારું ભોજન, વ્યાયામ અને  મસાજથી  ફિટ શેપમાં  લાવો અને આ માટેની પ્રક્રિયામાં  સમય લાગે છે. આથી ધીરજ પણ જરૃરી છે.

સૌંદર્યની  ચાવી આપના હાથમાં

૦  અગર તમે  આર્થિક રીતે  સધ્ધર હો અને પોતાને સ્વાસ્થ્યની સુદ્રઢતા અને યંગ લુક માટે  ખર્ચ કરી શકતાં હો તો વિદેશોમાં  મળતી ડીપ ટિશૂ  થેરપી લો જેનાથી ટોક્સિંસ અને સેલ્યૂલાઈટ નીકળી જાય છે અને મસલ્સ ટોન થવાથી  બોડી શેપમાં આવે છે.

૦  મસાજ  દ્વારા તમે  સેલ્યૂલાઈટથી મુક્તિ મેળવી શકો છો. એન્ટિ સેલ્યૂલાઈટ ઓઈલથી મસાજ કરો. આજે  ભારતીય બજારમાં એવા અનેક હર્બલ તેલ ઉપલબ્ધ છે જેનાથી મસાજ  કરતા  તમારા શરીરમાં રક્તસંચાર  પણ વધશે  અને ત્વચા  દ્વારા ચૂસી લેવાતાં  ચરબી પણ નષ્ટ થઈ જશે. આનાથી ત્વચામાં  લચક વધશે અને કોલેજન ફાઈબરના નિર્માણને  મર્યાદિત કરશે.

૦   વ્યાયામ દ્વારા પણ સેલ્યૂલાઈટની અસરવાળાં અંગોમાં  રક્તસંચાર વધારીને  શરીરની  અનાવશ્યક  ચરબીને   હટાવી શકાય છે જેમ કે એરોબિક્સ, નૃત્યથી  પણ આમાં લાભ થાય છે.

૦  અગર કોઈ ખાસ અંગમાં સેલ્યૂલાઈટની અસર હોય તો એ જ અંગનો વ્યાયામ કરવો  જોઈએ.

૦  થોડાં વર્ષ  પહેલાં  સેલ્યૂલાઈટને  કારણે ગાંઠની જેમ જામેલી ચરબીનો  કોઈ જ  ઉપાય ન હતો,  પણ હવે ફ્રાન્સમાં  એડમેલોજી  ટેક્નિક નિર્માણ કરવામાં આવી છે જે  અસ્થાયી રીતે સેલ્યૂલાઈટને  શરીરમાંથી દૂર  કરે છે.

૦  ફળો અને શાકભાજીઓના જ્યૂસનું  સેવન પણ આમાં અસરકારક બને છે.  પણ જો એ ખાલી પેટે લેવામાં  આવે તો વધુ લાભદાયી સાબિત થાય છે.

૦  સ્નાન કરતી વખતે પણ સેલ્યૂલાઈટના ભરાવાવાળા સ્થાન પર અગર રેસાદાર સ્પંજ  કે  મુલાયમ  તારના બ્રશથી  ગોળ ફેરવીને  સાબુ લગાવી સ્નાન કરવાથી  રક્તસંચારમાં  વૃધ્ધિ થાય છે અને સેલ્યૂલાઈટનો ભરાવો ઓગળવા લાગે છે.

૦  સેલ્યૂલાઈટ ચરબીનો ભરાવો એવો  નથી જેને ડાયટિંગથી સમાપ્ત કરી શકાય. સામાન્ય સ્થૂળતાની  જેમ આને ડાયટિંગથી દૂર કરવાનું નુકસાન આપણા  સ્વાસ્થ્યે  ભોગવવું પડે છે, કારણ  કે ડાયટિંગ દરમિયાન જરૃરી  તત્ત્વોની  સાથે ઊર્જા પણ નીકળી જાય  છે, જેથી આપણી શારીરિક ક્ષમતા  ઘટી જાય છે.

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!