GSTV
Home » News » કમર, ઢીંચણ કે સાંધાના દુ:ખાવાને છૂમંતર કરી દેશે આ વસ્તુ

કમર, ઢીંચણ કે સાંધાના દુ:ખાવાને છૂમંતર કરી દેશે આ વસ્તુ

આજકાલના વ્યસ્ત જીવન અને ખાણીપીણીની ખરાબ આદતોને કારણે લોકોમાં જરુરી પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. જો કેલ્શિયમની વાત કરીએ તો ખાસકરીને મહિલાઓમાં કેલ્શિયમની કમી જોવા મળતી હોય છે. જે મહિલાઓ લાંબા સમય સુધી બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે તેમનામાં પણ કેલ્શિયમની ઉણપ ખાસ જોવા મળતી હોય છે.

શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાંમાં દુ:ખાવો થવા લાગે છે. તમે જો ધ્યાન કરશો તો દરેક વ્યક્તિ શરીરના કોઈના કોઈ ભાગમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતી જ હશે. કમરનો દુ:ખાવો, ઘૂંટણમાં દુ:ખાવો, પગની પાનીમાં દુ:ખાવો, વગેરેની ફરિયાદ સામાન્ય બની ગઈ છે.દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે મોટાભાગના લોકો પેઈન કિલર લેતા હોય છે, પરંતુ એક સમય પછી તે પણ અસર કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં જો તમે તમારા ડાયટ પર થોડું ધ્યાન આપો તો અનેક મુશ્કેલીઓને દૂર રાખી શકો છો. તમારા રસોડામાં જ એક વસ્તુ એવી છે જે તમને દરેક પ્રકારના સાંધાના દુખાવાથી છૂટકારો અપાવી શકે છે.જાયફળ સરળતાથી બજારમાં મળી રહે છે અને મોટાભાગે લોકોના ઘરમાં ગરમ મસાલા તરીકે તેનો ઉપયોગ થતો જ હોય છે.

ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર જાયફળના સેવનથી હાડકા મજબૂત થાય છે. આ સિવાય તેનાથી દુખાવામાં પણ રાહત મળે છે.જાયફળને સૌથી પહેલા પીસીને પાવડર બનાવી લો. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ નવશેકા પાણીમાં થોડો પાવડર મિક્સ કરીને પીઓ. થોડાક જ દિવસમાં તમને અસર દેખાશે.

તલના તેલમાં જાયફળને ઘસીને સહેજ ગરમ કરો અને ઠંડુ પડે એટલે દુ:ખાવો થતો હોય ત્યાં માલિશ કરી શકો છો.

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

નવા ટ્રાફિક નિયમનો લખતરમાં વિરોધ, બંધનું કરાયું એલાન

Nilesh Jethva

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!