GSTV

પીએમ કિસાન/ તમારા ખાતામાં હજુ સુધી નથી આવ્યાં આઠમાં હપ્તાના 2000 રૂપિયા! અહીં તરત કરો ફરિયાદ, મળી જશે પૈસા

કિસાન

Last Updated on May 22, 2021 by Bansari

PM Kisan news Updates: PM Kisan ની રકમ કેન્દ્ર સરકાર તરફથી જારી થયાને એક અઠવાડિયુ થઇ ચુક્યું છે. પરંતુ ઘણાં ખેડૂતો હજું પણ એવા છે જેમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14મેએ પીએમ કિસાનનો 8મો અથવા એપ્રિલથી જુલાઇનો હપ્તો 9 કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ હજુ પણ મોટાભાગના ખેડૂતો એવા છે જેના ખાતામાં 3000 રૂપિયાની રકમ નથી પહોંચી.

અનેક ખેડૂતોને હજું સુધી નથી મળી રકમ

અનેક ખેડૂતોના સ્ટેટસમાં FTO is Generated and Payment confirmation is pending લખીને આવી રહ્યું છે. જો કે કેટલાંક ખેડૂતોના સ્ટેટસમાં આ લખેલુ હોવા છતાં તેના ખાતામાં પૈસા આવી ચુક્યાં છે પરંતુ SMS નથી મળ્યો. જો તમને તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થયાનો SMS નથી મળ્યો તો ચિંતા ન કરો. તમે ઓનલાઇન સ્ટેટસ ચેક કરી શકો છો. જો સ્ટેટસ ચેક કરવા પર કોઇ ચોક્કસ જાણકારી ન મળે તો તમે હેલ્પલાઇન પર કોલ કરી શકો છો.

કિસાન

શા કારણે અટક્યા છે પૈસા

અહીં સમજવાની વાત એ છે કે તમારા પૈસા અટક્યાં શા માટે છે. હકીકતમાં સામાન્ય રીતે લાભાર્થીઓના ડોક્યુમેન્ટ પૂરા ન હોવાના કારણે અથવા તો આધાર, એકાઉન્ટ નંબર અને બેંક એકાઉન્ટ નંબરમાં ભૂલ હોવાના કારણે આ લોકોના પૈસા અટકી જાય છે. જો આવું થાય તો ફટાફટ તેમાં સુધારો કરી લો નહીંતર તમારા ખાતામાં આગળના હપ્તાના પૈસા પણ અટકી જશે.

આ રીતે ચેક કરો તમારા પૈસાનું સ્ટેટસ

જો તમારા એકાઉન્ટમાં પૈસા ન આવ્યાં હોય તો સૌથી પહેલા તમારે તમારુ સ્ટેટસ ચેક કરવુ જોઇએ, નીચે જણાવવામાં આવેલી રીતથી આ કામ તમે સરળતાથી કરી શકો છો.

સૌપ્રથમ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.

અહીં ડાબી બાજુ ‘Farmers Corner’ નો વિકપ્લ મળશે.

કિસાન

અહીં ‘Beneficiary Status’ ના ઓપ્શન પર ક્લિક કરો. હવે નવું પેજ ખુલી જશે.

નવા પેજ પર આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબરમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરો.

તમે જે વિકલ્પ પસંદ કર્યો છે, તેનો નંબર નાંખો. તે બાદ ‘Get Data’ પર ક્લિક કરો.

અહીં ક્લિક કર્યા બાદ તમને તમામ ટ્રાન્જેક્શનની જાણકારી મળી જશે. એટલે કે કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં જમા થયો અને કયા બેન્ક એકાઉન્ટમાં ક્રેડિટ થયો.

તમને પીએમ કિસાનના આઠમા હપ્તાને લગતી જાણકારી પણ અહીં મળી જશે.

જો તમારા સ્ટેટસ સામે ‘FTO is generated and Payment confirmation is pending’ લખ્યું છે તો સમજી લો કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને હપ્તો 1-2 દિવસમાં જ તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.

કિસાન

મંત્રાલયનો આ રીતે કરો સંપર્ક

તેમ છતાં તમને કોઇ ફરિયાદ હોય અથવા કંઇ પૂછવુ હોય તો આ નંબર પર સંપર્ક કરી શકાય છે.

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • પીએમ કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606
  • પીએમ કિસાનની બીજી હેલ્પલાઈન છે: 0120-6025109
  • ઇમેઇલ આઈડી: [email protected]

Read Also

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!