GSTV
Business Trending

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

લોન પાર સૌથી વધુ અસર વ્યાજનું પડે છે. સ્થિતિ એવી થઇ જાય કે મૂળ રકમ કરતા વ્યાજની રકમ વધી જાય છે. જો તમે પર્સનલ લોન લેવા માંગો છો તો આવી ખાસ ટિપ્સ યાદ રાખો. આ ટિપ્સ લોન પર વ્યાજદર ઘટાડવામાં મદદ કરશે.

સૌથી પહેલા વાત કરીએ ક્રેડિટ સ્કોરની. ક્રેડિટ સ્કોરનો અર્થ એ છે કે તમે જયારે ક્રેડિટ લોન અથવા ઉધાર લો છો તો તેના રિપેમેન્ટ પર તમને અમુક સ્કોર મળે છે. સ્કોર સારો હશે કે ખરાબ આ તમને તમારા રિપેમેન્ટના પેટર્ન પાર નિર્ભર કરે છે. આ જ સ્કોરથી નક્કી થાય છે કે તમે લોન લેવામાં કેટલા સક્ષમ છો.

1-ક્રેડિટ સ્કોર

દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડ ધરાવે છે પરંતુ તેને મેનેજ કરે છે આ એક મહત્વની બાબત છે. લોનની બાબતમાં પણ આવું જ છે. લોન લેવી અને તેને મેનેજ કરવી તેને સમયસર ચૂકવવું એ મોટું મેનેજમેન્ટ સ્કિલની વાત છે. બધા લોકો આ કલામાં નિષ્ણાત નથી હોતા અને જો તેઓ યોગ્ય રીતે મેનેજ ન કરે તો તેઓ દેવાની જાળમાં ફસાઈ જાય છે. જો તમારો ક્રેડિટ સ્કોર 800 છે તો બેન્કો તમને સરળતાથી લોન આપે છે. જો તમારો સ્કોર 800થી વધુ ક્રેડિટ સ્કોર હોય તો તે વધુ સારું છે કારણ કે તમે બેંકો માટે ઓછા જોખમી લેણદાર છો. ક્રેડિટ સ્કોર એ પણ નક્કી કરે છે કે તમે લોન માટે યોગ્ય છો કે ક્રેડિટ કાર્ડ. જો તમારો ક્રેડિટ સ્કોર સારો ન હોય તો તમે ઘણી લોન ઓફર મેળવી શકશો નહીં. જો બેન્કો તમને લોન આપે તો પણ તેઓ ઘણું વ્યાજ લેશે.

2-લોન માટે યોગ્ય બેંક પસંદ કરો

જ્યારે તમારો ક્રેડિટ સ્કોર સારો હોય ત્યારે આગળનું પગલું યોગ્ય બેંક પસંદ કરવાનું છે. બજારમાં ઘણી બેંકો છે જે પોતાના વ્યાજ દરો નક્કી કરે છે. તમામ બેંકોના વ્યાજદર જોવાનું, તેમની સરખામણી કરવી, નિયમો અને શરતો તપાસવી, પ્રોસેસિંગ ફી, પ્રિપેમેન્ટ ફી વગેરે તપાસ્યા બાદ જ લોન માટે અરજી કરવી તમારા પર નિર્ભર છે. તે પછી EMIની ગણતરી કરો. આ માટે તમે પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. વિવિધ બેંકોના EMIની સરખામણી કરો અને તમારા બજેટની ગણતરી કરો. જ્યાંથી તમને યોગ્ય EMI દેખાય ત્યાંથી લોન લો. આ તમને વ્યાજ બચાવવામાં મદદ કરશે.

3-ખાસ ઓફર્સ જુઓ

તમામ બેન્કો તેમના પોતાના સ્તરે લેણદારો માટે ખાસ વ્યાજની ઓફર જાહેર કરે છે. પર્સનલ લોન પર ડિસ્કાઉન્ટ સાથે કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરવામાં આવે છે. આ ઓફર લોન અને ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવે છે. તહેવારોની સિઝનમાં આવી ખાસ ઓફર આપવામાં આવે છે. ઓગસ્ટ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થાય છે. આ મહિનામાં ઓણમ, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો છે. આ પછી તહેવારોની શ્રેણી નવેમ્બર સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં બેંકો દ્વારા ઘણી ઓફરો જાહેર કરવામાં આવશે. ગ્રાહકોએ આ બાબત પર પણ નજર રાખવી જોઈએ. આ સાથે, વ્યાજ માફ કરી શકાય છે અને તમે બચત પણ કરી શકો છો. આવી ઓફર્સ મર્યાદિત અવધિ માટે હોવાથી તમે ટૂંક સમયમાં લાભ મેળવી શકો છો.

4-બેન્કોની ઓફર તપાસો

ટાટા કેપિટલ પર્સનલ લોનનો વ્યાજ દર 11.75-18.00 છે. 24 વર્ષથી વધુ ઉંમરના લોકો આ લોન માટે હકદાર છે. જો તમે પગારદાર છો તો લઘુત્તમ વય 24 વર્ષ અને મહત્તમ 55 વર્ષ છે. સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. જો તમે પગારદાર છો તો જરૂરી છે કે તમે વર્તમાન કંપનીમાં 1 વર્ષ સુધી કામ કરતા રહો. ટાટા કેપિટલ પર્સનલ લોન હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકાય છે. આ લોન 6 વર્ષ માટે હશે. બેલેન્સ ટ્રાન્સફર, ટોપ અપ લોન અને ઈ-એપ્રુવલની સુવિધા આમાં ઉપલબ્ધ છે.

સિટી બેન્ક પર્સનલ લોનનો વ્યાજ દર 10.99-17.99 ટકા છે. જેમાં 30 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. તે તમારી આવક, લાયકાત, નોકરીના પ્રકાર અને ચુકવણીની ક્ષમતા પર આધાર રાખે છે. આ પર્સનલ લોન માટે કોઈ ગેરંટરની જરૂર નથી. સિટી બેંક આમાં પ્રોસેસિંગ ફી લેતી નથી. ઇન્ડસઇન્ડ બેંક લોન 11.00-16.75 ટકા છે. 21 વર્ષથી 60 વર્ષ સુધીના લોકો આ લોન લઇ શકે છે.

સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. જો તમે પગારદાર છો તો ઓછામાં ઓછા 1 વર્ષ માટે વર્તમાન કંપનીમાં કામ કર્યું છે અને સ્વરોજગાર ધરાવતા વ્યક્તિ માટે 5 વર્ષનો અનુભવ જરૂરી છે. આ માટે તમારે માન્ય મતદાર આઈડી પ્રૂફ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને ફોટો રેશન કાર્ડ ઓળખ કાર્ડ તરીકે આપવાના રહેશે. આમાંથી કોઈપણ એક દસ્તાવેજ સબમિટ કરવાનો રહેશે.

READ ALSO

Related posts

આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો

GSTV Web Desk

ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા

Hardik Hingu

વાઇરલ વિડીયો / કપડાં પર મોઢાથી પાણી છાંટતો જોવા મળ્યો એક વ્યક્તિ, ઈસ્ત્રી કરવાની વિચિત્ર રીત જોઈને આશ્ચર્યચકિત થયા લોકો

GSTV Web Desk
GSTV