GSTV
Fashion & Beauty Life Trending

કુદરતી રીતે જ મેળવો ગુલાબી અને મુલાયમ લિપ્સ, બસ કરવાના રહેશે આ 4 કામ

આપણે હંમેશા હોઠના કાળાપણાને લિપસ્ટિકથી ઢાંકવાની કોશિશ કરી હશે. કેટલીક વાર ચહેરા પર નિખાર આવી જાય છે પણ લિપ્સમાં ડાર્કનેસ રહી જાય છે, જેના કારણે કેટલીક વાર તમારે શર્મિંદગી અને લો કોન્ફિડન્સનો સામનો કરવો પડતો હશે. જો તમે પણ નેચરલ પિંક લિંપ્સ મેળવવા માંગો છો તો ટેન્સન લેવાની જગ્યાએ કેટલાક સરળ ઘરેલું ઉપાય આજમાવી શકો છો.

લિપ્સ

હોઠોના કાળા પડવાનું કારણ

જેના હોઠ કુદરતી રીતે જ કાળા છે તેમના માટે તેને ગુલાબી કરવું મુશ્કેલ છે, પરંતુ કેટલીક મહિલાઓના હોઠ બાળપણથી ગુલાબી હતા, પરંતુ સમય સાથે તે ડિસકલર થઇ ગયા, તેમના લિપ્સને બીજી વાર પિંક બનાવી શકાય છે. આવો જાણીએ આખરે હોઠ કાળા કેમ પડે છે.

  • ઈજાને કારણે લોહી ગંઠાઈ જવું
  • વિટામિનની ઉણપ
  • લો બ્લડ સુગર લેવલ
  • સાયટોટોક્સિક દવાઓ
  • એડિસન રોગ
  • ગર્ભાવસ્થા

હોઠને ગુલાબી કેવી રીતે બનાવશો?

હાઇડ્રેટેડ રહો

શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુ ને વધુ પાણી પીઓ. તેનાથી હોઠમાં શુષ્કતા નહીં આવે અને તે ફાટશે નહીં. આ સિવાય હોઠનો રંગ પણ દૂર થઈ જશે.

એલોવેરા અને મધનો કરો ઉપયોગ

તમારા ઘરના વાસણમાંથી એલોવેરાના પાન તોડીને તેમાંથી જેલ કાઢો, હવે તેને એક બાઉલમાં મધ સાથે મિક્સ કરીને હોઠ પર લગાવો. હવે તેને 15 મિનિટ માટે રહેવા દો અને છેલ્લે સ્વચ્છ પાણીથી હોઠને ધોઈ લો. તેનાથી હોઠ નરમ અને ગુલાબી બને છે.

બીટનો રસ

સૌ પ્રથમ બીટરૂટની છાલ કાઢી તેનો રસ કાઢો. તેને તમારી આંગળીઓની મદદથી તમારા હોઠ પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. બાદમાં તેને ધોઈ લો. ઝડપી પરિણામ મેળવવા માટે તમે તેને અઠવાડિયામાં બે વાર પુનરાવર્તન કરી શકો છો. બીટરૂટમાં હાજર કુદરતી બરગંડી રંગ તમારા હોઠને નરમ અને ગુલાબી બનાવવામાં મદદ કરે છે.

હંમેશા હોઠને એક્સ્ફોલિયેટ કરો

તમારે ફક્ત નેપકિન અથવા ટૂથબ્રશને ભીનું કરવાનું છે અને હળવા હાથે તમારા હોઠને હળવા હાથે ઘસવાનું છે. તે મૃત ત્વચા અને હોઠના શુષ્ક બાહ્ય પડને દૂર કરે છે, તેમજ રક્ત પરિભ્રમણને સુધારે છે. કોમળ ગુલાબી હોઠ માટે હંમેશા રાત્રે નારિયેળ તેલ લગાવો.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Vishvesh Dave

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave
GSTV