GSTV

આટલા દિવસમાં જ મળી જશે તત્કાલ પાસપોર્ટ, ક્લાસ વન ઑફિસરના સર્ટિફિકેટની જરૂર નહીં પડે

પાસપોર્ટ મેળવવા માટે ક્લાસ વન ઓફિસરનું વેરિફિકેશન સર્ટિફિકેટ આપવું ફરજિયાત હતું પરંતુ હવે આ સર્ટિફિકેટની જરૂર નહી પડે. તેનાથી તત્કાલ શ્રેણીમાં અરજી કર્યાના ત્રીજા દિવસે પાસપોર્ટ મળી જશે. જો કે તેના માટે આધાર કાર્ડની સાથે સાથે બે અન્ય દસ્તાવેજ આપવાના રહેશે.

ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી પીયૂષ વર્માએ જણાવ્યું કે વિદેશ મંત્રાલયે તત્કાલ પાસપોર્ટના અરજદારોએ ક્લાસ વન અધિકારી પાસેથી વેરિફિકેશન સર્ટિફિકેટ લાવવું ફરજિયાત નથી રહ્યું. હવે આધાર કાર્ડ સાથે અગાઉથી નિશ્વિત કરવામાં આવેલા 12 સર્ટિફિકેટમાં બે સર્ટિફિકેટ અટેચ કરીને પણ અરજદાર તત્કાલ શ્રેણીમાં પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.

પીયૂષે જણાવ્યું કે આધાર કાર્ડની સાથે વોટર આઇડી, પાન કાર્ડ, બેન્ક અથવા પોસ્ટ ઓફિસની પાસબુક, રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, જ્ન્મ પ્રમાણપત્ર, કર્મચારી ઓળખ પત્ર વગેરે માંથી કોઇપણ 2 દસ્તાવેજ આપવાના રહેશે.

આરપીઓએ જણાવ્યું કે અરજદારોએ પોતાનો કોઇ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ન હોવાનું શપથ પત્ર પણ આપવાનું રહેશે. પાસપોર્ટ તૈયાર થઇ ગયાં બાદ પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે. તત્કાલ પાસપોર્ટની ફિસ 3500  રૂપિયા અને સામાન્ય પાસપોર્ટની ફિસ 1500 રૂપિયા છે.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!