GSTV

અતિ કામનું/ ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં જવાની નથી જરૂર : ટેસ્ટ વિના ઘરબેઠા જ મળી રહેશે લાયસન્સ, આ છે શરતો

ડ્રાઇવિંગ

Last Updated on July 13, 2021 by Bansari

ગુજરાતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું સહેલું પડશે. કેમ કે આરટીઓ ઉપરાંત રાજ્યની ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો પણ વાહનચાલકોને લાયસન્સ આપી શકશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણયની જાહેરાત તો કરી દીધી છે પરંતુ તેમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શરતો ભાગ્યે જ કોઇ ડ્રાઇવિંગ સ્કૂલ પાળી શકે તેમ છે, તેથી આ નિર્ણયનો અમલ થવો કઠીન છે.

વાહનચાલકો જે સ્કૂલમાંથી તાલીમ મેળવ્યા હોય તે સ્કૂલમાંથી લાયસન્સ મેળવી શકશે. કારણ કે લાયસન્સ ઇસ્યુ કરવાની છૂટ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપી છે. કેન્દ્ર સરકારના આદેશ પછી રાજ્ય સરકારે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપિત કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ સ્કૂલમાંથી તાલીમ મેળવનારા વાહનચાલકોને આરટીઓ દ્વારા આયોજીત ટેસ્ટમાં સામેલ થવું પડશે નહીં.

ડ્રાઇવિંગ

ડ્રાઇવિંગ સ્કૂલો માટેની શરતો….

  • ભારે વાહનોની તાલીમ માટે સંસ્થા પાસે બે એકર જમીન જરૂરી છે.
  • જો કે પહાડી જિલ્લામાં એક એકર જમીન મિનિમમ હોવી જોઇએ.
  • ઓછામાં ઓછા બે ટેકનિકલ રૂમ હોવા જોઇશે.
  • ટ્રેનર પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ પણ જોઇશે.
  • સરકારી સંસ્થા પાસેથી મિકેનિકલ એન્જીનિયરીંગ ક્ષેત્રનું પ્રમાણપત્ર જોઇશે.
  • તાલીમ સ્કૂલ પાસે ઉમેદવારની બાયોમેટ્રીક વિગતો ફરજીયાત છે.
  • ફર્સ્ટ એડ તેમજ મિકેનિકલ તાલીમનો પણ સમાવેશ કરવો પડશે.
  • હેવી વાહનો માટે નાઇટ ડ્રાઇવિંગ ટ્રેનિંગ જરૂરી છે.
  • લાઇટ મોટર વ્હિકલ માટે સ્કૂલમાં સપ્તાહની તાલીમ લેવી જરૂરી.
લાયસન્સ

કેન્દ્રના આદેશને પગલે રાજય સરકારે જણાવ્યું છે કે, ગાઈડલાઈન પ્રમાણે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કુલો પાસે પોતાની જમીન અને ટ્રેનીંગ માટેની ઈન્સ્ટીટયુટ હોવી જોઈએ. ડ્રાઈવીંગ સ્કુલ ત્યારે જ પ્રમાણપત્ર આપી શકશે જયારે તાલીમ મેળવનાર વ્યક્તિએ 70 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય. આ પ્રમાણપત્રનાં આધારે આરટીઓ દ્વારા ઉમેદવારની એકપણ પ્રકારની ટેસ્ટ લીધા વિના અધિકારીઓ દ્વારા લાયસન્સ ઈસ્યુ કરી આપવામાં આવશે.

ડ્રાઇવિંગ

આરટીઓ સંસ્થા દ્વારા અપાયેલા પ્રમાણપત્રના આધારે જ ડ્રાઈવિંગ લાયસન્સ આપશે. તેમ છતાં સંસ્થાને ઉમેદવારનો રેકોર્ડ રાખવામાં આવશે જેને જરૂર પડે ત્યારે આરટીઓ ઈન્સ્પેકટર દ્વારા તપાસવામાં આવી શકે છે. જો કે, હાલ જે ડ્રાઈવિંગ સ્કુલમાંથી તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે તેઓને આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ આપવી પડશે. આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, આ નવા નિયમોનાં કારણે હાલ જે સ્કુલ ચાલુ છે તે બંધ કરવામાં નહીં આવે.

અધિકારીએ કહ્યું હતું કે માન્યતા પ્રાપ્ત સ્કૂલ આરટીઓનો બોજો હળવો કરશે. સામાન્ય રીતે આરટીઓ ટેસ્ટમાં સામેલ થવું હોય તો 45 દિવસનો સમય લાગે છે તેથી ઉમેદવારને રાહ જોવી પડે છે પરંતુ સરકાર માન્ય સ્કૂલો લાયસન્સ આપી શકશે તેથી આરટીઓનો ભાર હળવો થશે. રાજ્યમાં 1લી જુલાઇથી આ નિર્દેશો લાગુ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!