GSTV
Home » News » IRCTC પાસેથી કન્ફર્મ તત્કાલ રેલવે ટિકિટ કેવી રીતે મેળવી શકાય? અહી જાણો

IRCTC પાસેથી કન્ફર્મ તત્કાલ રેલવે ટિકિટ કેવી રીતે મેળવી શકાય? અહી જાણો

તત્કાલ રેલ ટિકિટ યાત્રાના 24 કલાક પહેલા જ બુક કરાવી શકાય છે. થર્ડ એસી અને તેની ઉપરાના ક્લાસ માટે સવારે 10 વાગે જ બુકિંગ શરૂ થાય છે જ્યારે સ્લીપર માટે તત્કાલ ટિકિટ બુક કરાવવાનો સમય સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. તત્કાલ ટિકિટ, કાઉન્ટર ઉપરાંત ઓનલાઇન પણ બુક કરાવી શકાય છે. લપાંબી લાઇનોથી બચવા માટે ઓનલાઇન બુકિંગ એક સારો વિકલ્પ છે. પરંતુ તત્કાલ રેલ ટિકિટ સફળતાપૂર્વક બુક કરવી ઘણી મુશ્કેલ છે. આ આખો ખેલ ગણતરીની સેકેન્ડનો છે. અમે તમને કેટલાંક સ્ટેપ્સ જણાવીશું જેની મદદથી તમે તત્કાલ રેલ ટિકિટ બુક કરાવી શકો છો.

-સૌથી મહત્વની બાબત એ છે કે તમારી પાસે આઇઆરસીટીસીનું એકાઉન્ટ હોવું જોઇએ. તમે https://www/irctc/co/in વેબસાઇટ પર જઇને સાઇન અપ કરી શકો છો. જો તમારી પાસે પહેલાથી જ એકાઉન્ટ હોય તો સાઇનઇન કરો.

-આઇઆરસીટીસી એકાઉન્ટમાં My Profileના ડ્રોપડાઉન મેન્યૂમાં માસ્ટર લિસ્ટ જોવા મળશે. અહી તમે પહેલાથી જ પેસેન્જર લિસ્ટ બનાવીને મુકી શકો છો. વધુમાં વધુ 20 યાત્રીઓનો ડેટા માસ્ટર લિસ્ટમાં સ્ટોર કરી શકો છો. તત્કાલ ટિકિટ બુક કરવા દરમિયાન તમે સીધુ જ માસ્ટર લિસ્ટ માંથી પેસેન્જરને સિલેક્ચ કરી શકો છો.

તમારા માટે અન્ય એક વિકલ્પ છે ટ્રાવેલ લિસ્ટ. My Profileમાં જ તમે તે જોઇ શકશો અને તેને માસ્ટર લિસ્ટ બનાવ્યા બાદ જ બનાવી શકાય છે. એટલે કે જે યાત્રીઓની ટિકિટ બુક કરવાની છે તેની ટ્રાવેલ લિસ્ટ બનાવી લો. માસ્ટર લિસ્ટથી તે પેસેન્જરનું નામ સિલેક્ટ કરી લો. આ કામ ટિકિટ બુક કરતા પહેલા જ કરી લો.

-યાભાની જાણકારી આપ્યા બાદ તમે ટ્રેનોના સૂતનના પેજ પર પહોંચી જશો. અહી તે તમામ ટ્રેનોની લીસ્ટ હશે જે કાલની તારીખમાં તે રૂટ પર જશે. તમને ટ્રેનની લિસ્ટ ઉપર જનરલ, પ્રિમીયમ તત્કાલ, લેડીઝ અને તત્કાલના રેડિયા બટન જોવા મળશે. તમે અહી તત્કાલ પર ક્લિક કરો.

-તે પછી જો ટ્રેનમાં મુસાફરી કરવાની છે તેની સામે જોવા મળતી બોગીનો ક્લાસ પસંદ કરો. ધ્યાન રાખો કે તત્કાલ વિકલ્પ પસંદ નહી કરો તો વેબસાઇટ પર તમને જનરલ અવેબિલીટી જોવા મળશે. 10 વાગે પોતાની પસંદની ટ્રેનની થર્ડ એસી ક્લાસના બટન પર ક્લિક કરો. જો રેલવે સર્વર પર પણ 10 વાગ્યા હશે તો બુક નાઉનું બટન એક્ટિવ થઇ જશે. હવે બુક નાઉ પર ક્લિક કરો.

-બુક નાઉના બટનને એકિટવ થતા જ પેસેન્જર ડિટેઇલ બોક્સ લાઇન પર Select From Your Master Listનું બટન દેખાશે. તેના પર ક્લિક કરો અને જે પેસેન્જરની ટિકિટ બુક કરવાની છે તેનું નામ પસંદ કરો. એટલે કે ગણતરીની સેકેન્ડમાં સૌની વિગતો તમારા બુકિંગ પેજ પર ભરાઇ જશે.

-પ્રાપ્ત માહિતી અનુસાર આશરે 60 ટકા લોકો કેપ્ચા કોડ નાંખવામાં ભૂલ કરે છે તેથી તેઓ કન્ફર્મ ટિકિટ મેળવવામાં સફળ થતા નથીય ફરીથી કેપ્ચા કોડ નાંખવામાં આશરે 20થી 30 સેકેન્ડ બગડે છે. સાચો કેપ્ચા નાંખ્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો.

-તમામ વિગતો એક વાસ ચકાસી લો. પેમેન્ટ માટે તમને અનેક વિકલ્પો જોવા મળશે પરંતુ સૌથી સરળ વિકલ્પ નેટ બેન્કિંગ છે. કારણ કે તેમાં વધારે માહિતી શેર કરવી નથી પડતી.

-સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારુ ઇન્ટરનેટ કનેક્શ સારુ હોવું જોઇએ. ટિકિટ બુક કરાવતી વખતે તમારો મોબાઇલ પણ તમારી સાથે રાખો જેથી ઓટીપી નાંખવામાં સરળતા રહે.

Related posts

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!