GSTV
Home » News » આ ત્રણ રીતનો ઉપયોગ કરીને FREEમાં મેળવી શકો છો અમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ

આ ત્રણ રીતનો ઉપયોગ કરીને FREEમાં મેળવી શકો છો અમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ

અમેઝોનના પ્રાઈમ ડે સેલની શરૂઆત થઈ ચૂકી છે. જે 16 જુલાઈ સુધી ચાલશે, આ સેલનું આયોજન દુનિયાના 18 દેશોમાં થયું છે, જોકે આ સેલમાં એવા જ લોકો ખરીદી શકશે, જેની પાસે અમેઝોનની પ્રાઈમ મેમ્બર હશે. એવામાં તમારે જો એક મહિના માટેની પ્રાઈમ મેમ્બરશિપ લેવી છે તો તમારે 129 રૂપિયા આપવા પડશે, ત્યાં 999 રૂપિયામાં એક વર્ષ માટે અમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ લઈ શકો છો.

જો તમારી પાસે વોડાફોનનું સિન કાર્ડ છે તો તમે ફ્રીમાં એક વર્ષ માટે અમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મળી શકે છે. વોડાફોનના રેડ પોસ્ટપેડ પ્લાનની સાથે અમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મળી શકે છે. વોડાફોનના રેડ પોસ્ટપેડ પ્લાનની શરૂઆતની કિંમત 399 રૂપિયા છે. વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાનને લીધા પછી વોડાફોન પ્લે એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે અને પછી અમેજોન પ્રાઈમ માટે ક્લેમ કરવાનું રહેશે.

વોડાફોનની જેમ એરટેલ પણ તમને અમેજોન પ્રાઈમની સર્વિસ પ્રી-પેડ અને પોસ્ટપેડ ગ્રાહકોને આપી રહી છે. તાજેતરમાં જ એરટેલે એરટેલ થેન્ક્સ પ્રોગ્રામથી 299 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન જાહેર કરશે, જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે અમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળી રહી છે.

આ ઓફરને લેવા માટે તમારે એરટેલ થેન્ક્સ એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તેના પછી બેનર પર ક્લીક કરી ઓફર માટે ક્લેમ કરવાનું રહેશે. BSNL પણ તેના ગ્રાહકોને અમેજોન પ્રાઈમની મેમ્બરશિપ આપી રહ્યો છે. કંપની આ ઓફર 399 રૂપિયા અને તેની ઉપર લેન્ડલાઈન પોસ્ટપેડ પ્લાન સાથે આપી રહી છે.

જો તમે બીએસએનએલના ગ્રાહક છો તો તમે કંપનીની વેબસાઈટ www.portal.bsnl.in પર જઈને અમેઝોન પ્રાઈમના બેનર પર ક્લીક કરો અને તેના પછી તમારી ફોન પર ઓટીપી આવશે જેની મદદથી તમે અમેઝોન પ્રાઈમની સર્વિસ એક્ટિવ કરી શકો છો.

Read Also

Related posts

પાન કાર્ડ બનાવવા માટે હવે નહી ખાવા પડે ધક્કા, માત્ર 10 મિનિટમાં ફ્રીમાં આ રીતે કાઢો કાર્ડ

Ankita Trada

આ સ્માર્ટફોન કંપનીએ યૂઝર્સને આપ્યુ કવચ, સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા પર મળશે માત્ર 250 રૂપિયામાં ઈન્શ્યોરન્સ

Ankita Trada

Mi Super Sale: આજે જ લઈ આવો સ્માર્ટફોન, 15 હજારના ફોન પર મળી રહી છે 6 હજારની છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!