ખેડૂતો ખેતી માટે રૂપિયા જોઇએ તો આ રીતે બેન્કમાં કરો અરજી, જાણો શું છે આ સંપૂર્ણ પ્રક્રિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. હાલ બાંયધરી વગર ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી છે. જે અંતર્ગત સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સીધા તેના બેંક એકાઉન્ટમાં આપશે. આરબીઆઈની જાહેરાત પછી, જો તમે પણ ખેતી કરવા માટે લોન લેવાની તૈયારી કરી રહ્યા છો, તો આજે અમે તમને આ સંબંધિત બધી માહિતી આપી રહ્યા છીએ.

કૃષિ લોન : જો તમારી પાસે ખેતી કરવાની જમીન હોય તો તમે જમીનને ગીરવે મુખ્ય વગર જ લોન લઈ શકો છો. તેની મર્યાદા એક લાખ રૂપિયા છે. એક લાખ રૂપિયાની વધુ રૂપિયાની લોન માટે જમીન ગીરવે મુકવાની સાથે ગારંટર પણ આપવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા ગેરંટી વગરના કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ રૂપિયા કરવામાં આવી છે. પરંતુ બેંકમાં તેને  અમલમાં મૂકવામાં હજુ સમય લાગશે. આ માટે સૂચના જારી કરવામાં આવશે.

પ્રશ્ન : જો મારી પાસે એક હેક્ટર જમીન હોય તો મને કેટલી લોન મળશે ?

જવાબ : ઉત્તર પ્રદેશનો જિલ્લો અમરોહામાં સ્થિત પ્રથમા બેંકના શાખા મેનેજર અંકુર ત્યાગીએ આ અંગે જણાવ્યું હતું કે, એક હેકટર જમીન પર રૂ. 2 લાખ સુધીની લોન મળી શકે છે. લોનની લિમિટ દરેક બેંકની અલગ અલગ હોય છે.

પ્રશ્ન: લોન માટે ક્યા ડોક્યુમેન્ટ જોઈએ ?

જવાબ: લોન લેવા માટે આધાર, પૅન કાર્ડ સાથે ત્રણ ફોટાની જરૂર હોય છે. જો લોન એક લાખ રૂપિયા સુધીની હોય તો કોઈ બાંયધરી આપવાની જરૂર નથી. પરંતુ જો તેનાથી વધુ રકમની લોન હોય તો તે બાંયધરી આપનારની જરૂર છે. ઉપરાંત, તે બાંયધરી આપનારના નામ પર પણ જમીન હોવી જોઈએ. લોન માટે, બે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો મેઇઝલ્સ અને ખાતેની હોય છે. મેઇઝલ્સને પટવારી બનાવે છે. તેમાં ખેતીની જમીનની માહિતી હોય છે. તેનો અર્થ  સ્પષ્ટ છે કે, તે જમીન પર શું થઈ રહ્યું છે અને ખેતી માટે તે કેટલું ઉપયોગી છે અથવા તે વસ્તીની મધ્યમાં તો નથી ને, વગેરે નાનામાં નાની માહિતીનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. બીજો મહત્વનો દસ્તાવેજ ખાતેની છે, જેમાં જમીન જેના નામ પર છે તેની માહિતી હોય છે. જો જમીન એકથી વધુ નામ પર છે તો  તેના માટે શેર સર્ટિફિકેટ બનાવવાનું રહે છે. આ સર્ટિફિકેટ પર તહસીલદારના  હસ્તાક્ષર હોય છે.

પ્રશ્ન: કૃષિ લોન પર કેટલું વ્યાજ આપવાનું રહેશે ?

જવાબ: સરકાર કૃષિ લોનને એક ચોક્કસ વર્ગમાં રાખે છે અને આ લોનને વધુને વધુ આપવા માટે બેંકોને કહે છે, જેથી કઠોળ, તેલીબિયાંનું ઉત્પાદન વધારી શકાય. આ કિસ્સામાં, રૂ. 3 લાખ સુધીની લોન 7 ટકાના વ્યાજ દર પર નિશ્ચિત કરવામાં આવે છે. જો એક ખેડૂત તેને એક વર્ષ પહેલાં ચૂકવે છે, તો તેને 3 ટકા ડિસ્કાઉન્ટ પણ મળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter