GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

નવા લૂક સાથે FACEBOOKમાં આવ્યુ આ શાનદાર ફિચર્સ, આ રીતે કરો ઉપયોગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પણ પોતાના યુઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અલગ અલગ ફીચર્સ અને લુકને વધારે સારી રીતે બનાવવા માટે કામ કરી રહ્યુ છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મોડ આપ્યા બાદ કંપની હવે ફેસબુક ડોટ કોમ પર નવા લૂક સાથે ડાર્ક મોડ ફિચર પણ જોડ્યુ છે.

ફેસબુક યૂઝ કરતી વખતે યૂઝર્સની આંખોને રાહત આપવા માટે ફેસબુક ક્લિન લૂક સાથે નવુ ડાર્ક ફીચરને પણ લાવ્યા છે. તમે પણ જો ડેસ્કટોપ અથવા તો લેપટોપ દ્વારા ફેસબુક વાપરો છો, તો હવે તમે પણ સરળતાથી ડાર્ક મોડ ફીચરનો ઉપયોગ કરી શકશો.

તમે પણ જો ફેસબુક ડોટ કોમ પર ડાર્ક મોડ ફીચર એનેબલ કરવા માગો છો, પણ સમજમાં નથી આવતુ તો અમે અહીં સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છીએ. નીચે જણાવેલા સ્ટેપને ફોલો કરો.

  • સૌથી પહેલા ફેસબુક ડોટ કોમ પર પોતાનું અકાઉન્ટ સાઈન ઈન કરો
  • ત્યાર બાદ ડાબી બાજૂ ઉપરની તરફ તમારી પ્રોફાઈલ પિક્ચર દેખાશે
  • પ્રોફાઈલ પિક્ચરની રાઈટ સાઈડમાં તમને એક ડ્રોપ ડાઉન આઈકોન દેખાશે, જે અકાઉન્ટ ઓપ્શન છે
  • અકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારી સામે અનેક વિકલ્પો ખુલશે, જ્યાં તમને ડાર્ક મોડ પણ દેખાશે.

READ ALSO

Related posts

One Nation One Ration Card: જૂના રાશન કાર્ડનો અહીં કરી શકશો ઉપયોગ, નવું કાર્ડ કઢાવવું પણ છે જરૂરી

Mansi Patel

WhatsApp લાવી રહ્યુ છે નવુ ફીચર, વિવિધ ફોનમાં સિંક થઈ શકશે ચેટ બેકઅપ

Ankita Trada

ફ્કત 1500 રૂપિયાની આ ડિવાઈસને જોઈને શું કોરોના વાયરસ ભાગે છે દૂર!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!