GSTV

આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? ચિંતા છોડો આ ટિપ્સની મદદથી ડાઉનલોડ કરો e- Aadhaar, આ રીતે મળી જશે નવું

aadhaar

Last Updated on July 16, 2020 by pratik shah

કોઇપણ કારણે જો તમારુ ઓરિજિનલ આધાર (Aadhaar) ખોવાઇ ગયું હોય અથવા તો ક્યાંક મિસપ્લેસ થઇ ગયું હોય, તો તમે તેના બદલે e- Aadhaarનો ઉપયોગ કરી શકો છો. આધાર અધિનિયમ અનુસાર, e- Aadhaar તમામ હેતુ માટે આધારની ફિઝિકલ કૉપી રીતે સમાન રૂપે માન્ય છે. જો કોઇ કારણથી એનરોલમેન્ટ બાદ નાગરિક પાસે આધાર કાર્ડ પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે અથવા તો તેનુ કાર્ડ ખોવાઇ ગયું છે તો તે e- Aadhaar ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકે છે.

તેને મેળવવા માટે તમારે એક ખાસ સોફ્ટવેરની જરૂર પડે છે. સાથે જ તેના માટે એક ખાસ પાસવર્ડ પણ હોવો જોઇએ. આજે તમને તેના વિશે જાણકારી પૂરી પાડીશું. અમે તમને જણાવીશું કે e- Aadhaar સાથે સંબંધિત સોફ્ટવેર તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તે પણ જણાવીશું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. આ ઉપરાંત તમે પ્રિન્ટ કરતી વખતે તમારી પાસે પાસવર્ડ પણ માગવામાં આવે છે.

e- Aadhaar ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • https://uidai.gov.in/ પર ‘માય આધાર’ સેક્શનમાં ‘ડાઉનલોડ આધાર’ પર ક્લિક કરો.
  • તે બાદ એક નવા પેજ https:;;eaadhaar.uidai.gov.in/#/ પર પહોંચી જઇશું.
  • અહીં આધાર નંબર, ઇનરોલમેંટ આઇડી અથવા વર્ચ્યુઅલ આઇડી, જે તમારી પાસે ઉપલબ્ધ હોય,. તેનું સિલેક્શન કરો.
  • નિર્ધારિત સ્પેસમાં આધાર નંબર અથવા એનરોલમેંટ નંબર અથવા વર્ચ્યુઅલ આઇડી નાંખો.
  • તે બાદ જરૂરી ડિટેલ્સ જેવી કે નામ, પિન કોડ, સિક્યોરિટી કોડ વગેરે નાંખવાનો છે.
  • જો માસ્ક્ડ આધાર ઇચ્છે તો તેના વિકલ્પ પર ટિક કરો. માસ્ક્ડ આધાર વિકલ્પ સિલેક્ટ કરવા પર ડાઉનલોડેડ e- Aadhaarમાં આધાર નંબરના અંતના 4 ડિજિટ જોવા મળે છે. શરૂઆતના 8 ડિજિટ છુપાઇ જાય છે.
  • તે બાદ OTP સિકવેસ્ટ મોકલો. OTP આધાર બનાવતી વખતે તમારા દ્વારા રજીસ્ટર કરાવેલા મોબાઇલ નંબર આવશે.
  • OTPને નિર્ધારિત સ્પેસમાં નાંખો. તે બાદ વેરિફાઇડ એન્ડ ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
  • તમારા આધારની ઇ-કોપી ડાઉનલોડ થઇ જશે.

શું છે e- Aadhaar નો પાસવર્ડ

તે ખૂબ જ સરળ છે. તમને જણાવી દઇએ કે તમારા નામના પ્રથમ ચાર અક્ષર એટલે કે અંગ્રેજીના પ્રથમ ચાર અક્ષર કેપિટલ લેટર્સમાં નાખવાના રહેશે. તે બાદ તમારે જે વર્ષમાં તમારે જન્મ થયો હતો, તે વર્ષ નાંખવાનું છે. ઉદાહરણ તરીકે તમારુ નામ અદિતિ કુમારી છે અને તમારો જન્મ 1990માં થયો છે. તો તમારો પાસવર્ડ ADIT1990 અહીં પાસવર્ડ તરીકે નાંખવાનો  છે. જો કોઇનું નામ ત્રણ અક્ષરનું છે તો તમારા નામના પ્રથમ ત્રણ અક્ષર અને પછીથી તમારા જન્મનું વર્ષ નાંખવાનું છે. આ પાસવર્ડ સાથે તમે આ ડાઉનલોડ કરેલા e- Aadhaarને પ્રિન્ટ કરી શકો છો.  

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!