GSTV

ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકો છો આધારકાર્ડ, આ નિયમોનું કરવાનું રહેશે પાલન

આજકાલ આ ડિઝીટલ યુગમાં આપણા જીવનનો આધાર આધારકાર્ડ બની ગયું છે. આ એક એવું કાર્ડ છે જેની દરેક જગ્યાએ જરૂરત પડે છે. તેના વગર એક પગલું ભરવુ પણ મુશ્કેલ બની ગયું છે. એવામાં આ મહત્વપૂર્ણ કાર્ડને સંભાળીને રાખવાની જરૂરત છે. સાથે જ તેના જે નિયમો છે તેની પણ જાણકારી હોવી જોઈએ.

જાણો કેવી રીતે કરશો ડાઉનલોડ

આધારકાર્ડ ડાઉનલોડકરવા માટે સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. સાઈટમાં તમારે તમારો આધારનંબર નાંખવાનો રહેશે તે બાદ કેપ્ચા ભરવાનો રહેશે. જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. જે બાદ કેટલાક સવાલોનો જવાબ બાદ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિકક કરવાનું રહેશે. તમારૂ આધારકાર્ડ ડાઉન લોડ થઈ જશે.

ઈ-આધારકાર્ડને પ્રિંટ કરી શકાય છે

આ કામ એમઆધારકાર્ડ એપ્લીકેશનના માધ્યમથી મોબાઈલ ઉપર પણ સરળતાથી કરી શકાય છે. ડાઉનલોક કરેલી ઈ-આધાર કાર્ડને પ્રિંટ પણ કરી શકાય છે. તે તમામ કાયદાકીય દસ્તાવેજોમાં માન્ય છે. જો તમારે નવુ કાર્ડ જોઈએ તો તેની વેબસાઈટ ઉપર રૂપિયા 50 પેમેન્ટ કરીને પોસ્ટમાં નવું મંગાવી શકાય છે.

Related posts

બે મહિલા અધિકારી રચશે ઈતિહાસ, પ્રથમ વખત ભારતીય નેવીના યુદ્ધ જહાજનો બનશે ભાગ

Ankita Trada

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

Breaking: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!