GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

જૂના પીએફ એકાઉન્ટમાં ફસાયા છે પૈસા ? તો ગભરાઓ નહીં આવી રીતે કરો નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર

ઘણીવખત એવું થાય છે કે જ્યારે તમે નોકરી બદલો છો તો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર બદલી જાય છે. મતલબ કે, જે કંપનીમાં કામ કરી રહ્યાં છો, ત્યાં બીજા પીએફ એકાઉન્ટમાં તમારૂ ફંડ જમા થઈ રહ્યું હતું. નવી કંપનિમાં નવા એકાઉન્ટમાં ફંડ જમા થઈ રહ્યું છે.

તમારી પાસે છે બે વિકલ્પ

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે, જૂના એકાઉન્ટમાંથી તમામ રૂપિયા ઉપાડી લો અને બીજો વિકલ્પ જૂના એકાઉન્ટનું ફંડ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લો. આ કામ ઘણું જ આસાન છે અને ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે. એક્સપર્ટ કહી રહ્યાં છે કે, જો કોઈ વધારે જરૂરત ના હોય તો જૂના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવું એ સારો વિકલ્પ રહેશે.

ઈપીએફની ઈ-સેવા પોર્ટલ ઉપર જવાનું રહેશે

હાલના સમયમાં જૂના પીએફ એકાઉન્ટમાં જમા રકમને નવા એકાઉન્ટમાં આસાનીથી ટ્રાન્સફર કરી શકો છો. જેના માટે તમારે ઈપીએફની ઈ-સેવા પોર્ટલ ઉપર જવાનું રહેશે. જ્યાં યુએએન અને પાસવર્ડના માધ્યમથી લોગઈન કરવાનું છે.

ઓનલાઈન સર્વિસ ઓપ્શન ઉપર જવાનું છે

લોગઉન કર્યાં બાદ ઓનલાઈન સર્વિસના ઓપ્શન ઉપર જવાનું રહેશે. જેને ક્લીક કરવાથી વન મેમ્બર વન ઈપીએફ એકાઉન્ટનું ઓપશન દેખાશે. જે ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમારી સામે પૂર્વ એમ્પ્લોયરના પીએફ ખાતાની વિગતો આવશે.

મોબાઈલ નંબર રજીસ્ટર કરવો જરૂરી

અહીં તમે ફોર્મને પ્રમાણિત કરવા માટે વર્તમાન અથવા ભૂતપૂર્વ એમ્પ્લોયરને પસંદ કરી શકો છો. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે સબમિટ કરવાની છે. આ સાથે, તમારા જૂના પીએફ એકાઉન્ટમાંથી પૈસા નવા પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

2014માં જાહેર કરવામાં આવ્યો હતો યુએએન

અગાઉ, દરેક કંપનીમાં જુદી જુદી કંપનીઓમાં કામ કરતી વખતે પોતાનો એક અલગ પીએફ નંબર હતો, પરંતુ 2014 માં ઇપીએફઓએ તમામ ઇપીએફધારકો માટે યુએન નંબર જારી કર્યો હતો. આ બધી પ્રક્રિયાઓ વધુ સરળ બનાવી.

Related posts

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી યોજાશે અમેરિકામાં, ટ્રમ્પના હરીફ ઉમેદવારે જાહેરાત પાછળ ખર્ચ્યા 5.98 અબજ રૂપિયા

Pravin Makwana

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!