GSTV
Home » News » PAN કાર્ડમાં ભૂલ થઇ હોય તો આ રીતે ઘરેબેઠા કરાવી શકો છો સુધારો, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ

PAN કાર્ડમાં ભૂલ થઇ હોય તો આ રીતે ઘરેબેઠા કરાવી શકો છો સુધારો, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ

પેન કાર્ડ એક જરૂરી ઓળખ પત્ર છે. તેના વગર તમારા અનેક નાણાકીય કામ અટકી પડે છે. જો પેન કાર્ડમાં તમારા નામમાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તો તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ફ્રીમાં થશે કરેક્શન

જો પેન કાર્ડમાં તમારુ નામ ખોટુ છપાયું હોય તો તેમાં સુધારો કરવા માટે તમારો કોઇપણ પ્રકારના ચાર્જીસ નહી આપવા પડે. જો કે તેના માટે એક શરત છે જેને તમારે પૂરી કરવી પડશે. શરત એ છે કે નામમાં થયેલી ભૂલ આવકવેરા વિભાગ તરફથી થઇ હોવી જોઇએ. જો આવું બને તો તમે સાચા નામની સાથે પેન કાર્ડ ફરીથી જારી કરવામાં આવશે.

નામમાં સુધારો કરવા આ સ્ટેપ્સ ફોલો કરો

સૌપ્રથમ http://www.incometaxindia.gov.in/archive/changeform.pdf પર જઇને આ ફોર્મને ડાઉલોડ કરો. ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેની વિગતો ભરો અને સાથે જ તમારા સાચા નામના દસ્તાવેજને અટેચ કરો.

દસ્તાવેજ તરીકે તમે આધાર કાર્ડ, વોટર આઇડી, દસમા ધોરણની માર્કશીટ, સરકારી વિભાગ તરફથી આપવામાં આવેલું ઓળખ પત્ર આપી શકો છો.

જો તમે તમારુ નામ પછીથી બદલ્યું હોય તો તમારે તે સત્તાવાર ગેજેટની કૉપી આપવી પડશે જેમાં તમારુ બદલેલું નામ છપાયું હોય.

આ ફોર્મને સેવ કરીને તમે ઇમેલ દ્વારા આવકવેરા વિભાગને મોકલી શકો છો. આ સાથે જ કોઇ એક દસ્તાવેજ પણ અટેચ કરવાનો રહેશે.

તે બાદ તમને ઇ-મેલ દ્વારા આવકવેરા વિભાગથી એક મેલ મોકલવામાં આવશે. જેમાં તમારા બદલેલા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હશે. તેને અપ્રુવ કર્યા બાદ તમારુ નામ અને સરનામુ બદલાઇ જશે.

Read Also

Related posts

શબાના આઝમીને પીએમ મોદીને અભિનંદન પાઠવવું પડ્યુ ભારે, લોકોએ ટ્રોલ કરીને હાલત બગાડી

Mansi Patel

સંસદનું સત્ર 5મી જૂનથી 15મી જૂન સુધી ચાલશે, રાષ્ટ્રપતિનાં અભિભાષણથી થશે શરૂઆત

Path Shah

સ્મૃતિ ઈરાની પહોંચ્યાં અમેઠી, સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રામાં થયા સામેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!