GSTV

પેન્શનરો માટે મોટા સમાચાર ! તમને નથી મળી રહ્યા પૈસા અથવા થઈ રહી છે કોઈ પરેશાની તો અંહિ કરો ફરિયાદ…

પેન્શન

નિવૃત્તિ પછી તમને પેન્શન મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી છે અથવા ઘણી વખત ફરિયાદ કર્યા પછી પણ, બેંક અથવા સરકારી વિભાગ તમારી સમસ્યાનું સમાધાન આપી રહ્યા નથી. તો તમે ઘરે બેસીને તેની ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે સરકારે પોર્ટલ www.pensionersportal.gov.in બનાવ્યું છે. ચાલો જાણીએ કે કેવી રીતે અને કોણ તેના દ્વારા ફરિયાદ દાખલ કરી શકે છે.

પેંશન પોર્ટલ પર ફરિયાદ કરવા માટે કેટલીક વિગતો ભરવી પડશે. જેવી કે નામ, કંપનીની જાણકારી, પેંશન પેમેંટ એર્ડર(PPO) વગેરે. એકસપર્ટ જણાવે છે કે, સરકાર તમને તમારી ફરિયાદના સંબધમાં તુરંત જ જવાબ આપશે.

કેટલા દિવસમાં થાય છે ફરિયાદનું સમાધાન

પોર્ટલમાં કોઈ ઉલ્લેખ નથી કે તમારી સમસ્યા કેટલા સમયમાં હલ થશે. જો કે, જો તમારી ફરિયાદ પર 60 દિવસથી વધુ સમય થયો હોવા છતા કાર્યવાહી કરવામાં આવતી નથી, તો તમારી પાસે સંબંધિત વિભાગને રિમાઇન્ડર મોકલવાનો વિકલ્પ છે. પોર્ટલ પર વધુ કઈ સુવિઘાઓ મળે છે? ફરિયાદ દાખલ કર્યા બાદ તમે પોર્ટલ પર તેનુ સેટેટસ જોઈ શકો છો. તેમાં તમને જાણ થશે કે તમારી ફરિયાદ કયો વિભાગ જોઈ રહ્યો છે. તેમાં અઘિકારીનું નામ, તેનું પદ અને તેના સંપર્કના બ્યૂરો પણ દેખાશે.

પેન્શન

ચાલો જાણીએ પેંશનની ફરિયાદ દાખલ કરવાની તમામ પ્રોસેસ

સૌથી પહેલા તમારે www.pensionersportal.gov.in પર જવુ પડશે. જે બાદ તમારે CPENGRAMS પર ક્લિક કરવાનું રહેશે.

  • તેના બીજા સ્ટેપમાં નવુ ટેબ ખુલશે જેના પર તમારી ફરિયાદ રજીસ્ટર્ડ કરી શકો છો. તમારી ફરિયાદ દાખલ કરવા માટે ‘લોજ યોર ગ્રીવંસ’ વિકલ્પ પર ક્લિક કરો. તમને નવી સ્ક્રીન જોવા મળશે. જેમાં તમારે ગ્રીવાંસ રજીસ્ટ્રેશન ફોર્મ દેખાશે.
  • જો તમને સંબંધિત વિભાગનો પત્ર મળ્યો છે, તો તેને ફોર્મમાં અપલોડ કરવાનો વિકલ્પ પણ છે. ફક્ત ધ્યાનમાં રાખો કે તે ફક્ત પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. તેનું કદ 1 એમબી કરતા વધુ ન હોવું જોઈએ.
  • આ ફોર્મમાં તમારે તે મંત્રાલય અથવા વિભાગ વિશે બતાવવા માટે કહેવાય શેક છે. જયાંથી તમારી પેંશન અને ફરિયાદ જોડાયેલી છે. જો તમારા વિભાગનું નામ લિસ્ટમાં નથી તો પોર્ટલમાં ‘નોટ નોન/નોટ લિસ્ટેડ’નો વિકલ્પ પણ અપાયો છે.
  • ચાલો આપણે તમને જણાવી દઈએ કે આ ફોર્મમાં, સ્ટાર (*) અને હેશટેગ (#) કેટલીક જગ્યાએ દેખાશે. આનો અર્થ એ કે તમારે આ સ્થળોએ માંગેલી વિગતો ભરવી આવશ્યક છે. હેશટેગમાં આપેલા ફીલ્ડ્સ ભરવા પણ જરૂરી છે જેથી તમારી ફરિયાદ ઝડપથી ઉકેલી શકાય.જો તમારી ફરિયાદ નિર્ધારિત સમયમાં કાર્યવાહી નહીં કરે તો રિમાઇન્ડર મોકલો. તમે અહીં તમારી ફરિયાદની સ્થિતિ પણ ચકાસી શકો છો.
  • એકવાર ફોર્મમાં તમામ વિવરણ ભર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. ફરિયાદ સફળતાપૂર્વક દાખલ થવા પર એક કમ્પ્લેઈન નંબર સ્ક્રીન પર દેખાશે. ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે તેને સેવ કરીને રાખો.
  • જો ફોર્મ ભરતા સમયે તમે તમારા મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપી છે તો કમ્પ્લેઈન રજીસ્ટ્રેશન નંબર SMS અને ઈમેઈલ દ્વારા મોકલવામાં આવશે. તમારા સરનામા સાથે તમે આ ચીજોની વિગતો ફોર્મમાં આપો.

READ ALSO

Related posts

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!