GSTV

શું મોબાઇલ નંબરમાંથી હવે આધાર ડી-લિંક કરવું પડશે ? આ રહી સમગ્ર પ્રક્રિયા

Last Updated on October 19, 2018 by Bansari

સુપ્રીમ કોર્ટ તરફથી મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની અનિવાર્યતાને દૂર કરવામાં આવ્યાં બાદ ઘણાં લોકો પોતાના મોબાઇલ નંબર ડિલીંક કરવા માંગે છે. એટલે કે જે પોતાનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરાવ્યો હતો તે હવે તેને દૂર કરવા માગે છે. જો તમે પણ આ કામ કરવા માગતા હોય તો અમે તમને જણાવીશું તેની સમગ્ર પ્રક્રિયા.

આધાર ઓથોરિટી યૂઆઇડીએઆઇએ ગુરુવારે દૂરસંચાર વિભાગ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં યૂઆઇડીએઆઇએ સ્પષ્ટતા કરી હતી કે આધાર સાથે લિંક તમારો મોબાઇલ નંબર બંધ નહી થાય તેથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. પરંતુ જો તમે તમારો મોબાઇલ નંબર આધાર સાથે ડીલિંક કરાવવા માગતા હોય તો તે સંભવ છે.

યૂઆઇડીએઆઇએ કહ્યું કે જો તમે આધાર ઇ-કેવાયસીને બદલવા માગતા હોય તો તમે આ કામ કરી શકો છો. તેના માટે તમારે નવેસરથી કેવાયસી કરવી પડશે. તમે સર્વિસ પ્રોવાઇડરને તમારો મોબાઇલ નંબર આધારથી ડિલિંક કરવાની રિકવેસ્ટ આપી શકો છો.

જ્યારે તમે તમારા ટેલીકોમ ઓપરેટરને તમારા સિમને આધાર સાથે ડીલિંક કરવા માટે કહેશો તો તે દરમિયાન કમારે દૂરસંચાર વિભાગના સર્ક્યૂલર અનુસાર નિશ્વિત સત્તાવાર માન્ય દસ્તાવેજ આપવા પડશે.

તમે આ દસ્તાવેજ જમા કરાવશો ત્યારે જ તમારા મોબાઇલ નંબરને આધાર સાથે ડિલિંક કરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. જો કે તેમાં કેટલો સમય લાગશે તેને લઇને યૂઆઇડીએઆઇએ કોઇ સ્પષ્ટતા નથી કરી.

શું જરૂરી છે આધાર-સિમને ડીલિંક કરાવવુ?

યૂઆઇડીએઆઇએ સ્પષ્ટતા કરી છે કે જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક છે તો તેમાં કોઇ સમસ્યા નથી. કોઇપણ પરિસ્થીતીમાં તેમારો મોબાઇલ નંબર બંધ નહી થાય. તેથી ડીલિંક કરાવવુ ફરજિયાત નથી. જો કે આવનારા દિવસોમાં ટેલિકોમ કંપનીઓ નવા સિમ બહાર પાડવા માટે આધાર ઇ-કેવાયસીના બદલે નવી વ્યવસ્થા અપનાવશે.

એપ દ્વારા નવુ સિમ મળશે

યૂઆઇડીએઆઇએ જમાવ્યા અનુસાર આવનારા દિવસોમાં એક એપ દ્વારા નવુ સિમ કાર્ડ આપવામાં આવશે.  સમગ્ર પ્રક્રિયા ડીજીટલ હશે. તેનાથી પહેલાં કરતાં પણ ઓછા સમયમાં સિમ મળશે.

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!