GSTV
Home » News » Google Assistant, Alexa અને Siri 24 કલાક રાખી રહ્યા છે તમારા પર નજર, આ રીતે વોઈસ રેકોર્ડિંગ કરી નાખો ડિલીટ

Google Assistant, Alexa અને Siri 24 કલાક રાખી રહ્યા છે તમારા પર નજર, આ રીતે વોઈસ રેકોર્ડિંગ કરી નાખો ડિલીટ

ગૂગલ મેપ્સ પર બોલીને કોઈ સર્ચ કરો કે ઈંટરનેટ બ્રાઉઝરમાં અવાજથી કોઈ સર્ચ કરો. બંને સ્થિતીમાં ગૂગલ તમારો અવાજ રેકોર્ડ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વોઈસ એક સર્વર પર સેવ થાય છે ? જેનો ઉપયોગ કોઈપણ હૈકર કરી શકે છે અને તમારી પ્રાઈવસી જોખમાઈ શકે છે. આવી સમસ્યા ન થાય તે માટે જરૂરી હોય છે કે તમે તે રેકોર્ડિંગને સર્વરમાંથી ડિલીટ કરી દો. તો ચાલો જાણી લો Google Assistant, Alexa અને Siri પરની વોયસ રેકોર્ડિંગ કેવી રીતે ડિલીટ કરવી.

ગૂગલ વોયસ આસિસ્ટેંટની મદદથી અનેક ઉપયોગકર્તાઓ અવાજથી અલાર્મ સેટ કરે છે, વાતાવરણ વિશે જાણવા કે ઘરના ઉપકરણોને કંટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આ તમામ વોયસ કમાન્ડ એક સર્વરમાં રેકોર્ડ થાય છે. તેને ડિલીટ કરવા માટે માય એક્ટિવિટીની મદદ લઈ શકાય છે.

વેબ બ્રાઉઝર

1. કોમ્પ્યૂટરના વેબ બ્રાઉઝરને ઓપન કરી તેમાં  https://myaccount.google.com/activitycontrols પર જાઓ.

2. નીચે સ્ક્રીન પર જવું અને વોયસ એન્ડ ઓડિયો એક્ટિવીટી પર ક્લિક કરો. અહીં સ્ક્રીન પર એક તરફ ડિલીટ એક્ટીવિટી બાય પર જાઓ.

3. અહીં ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરો અને ઓલ ટાઈમ એક્ટિવિટી પણ ડિલીટ કરવાનો વિકલ્પ હોય તો તેને અથવા નીચે તરફ મેન્યૂમાંથી વોયસ એન્ડ ઓડિયો વિકલ્પ પસંદ કરો.

4. ત્યારબાદ પોપ અપ મેન્યૂમાં ડિલીટ બટન પર ક્લિક કરો.

સ્માર્ટફોન પર

1. સૌથી પહેલા ગૂગલ એપ ઓપન કરો. ત્યારબાદ એપ સ્ક્રીન પર નીચે તરફ આપેલા more પર ટેબ કરો.

2. હવે સર્ચ એક્ટિવીટ પર ટેપ કરો. અહીં myactivity.google.com પર સીધા રીડાયરેક્ટ કરી દો.

3. ઉપરની તરફ ડાબી બાજુ આપેલા ત્રણ લાઈન પર ટેપ કરી અને Delete Activity By ને પસંદ કરો.

4. અહીં વેબ બ્રાઉઝરની જેમજ ટાઈમ ફ્રેમ પસંદ કરો અને વોયસ અને ઓડિયોને પસંદ કરો.

5. ત્યારબાદ ડિલીટ બટન પર ટૈપ કરો.

એલેક્સા

એલેક્સાના વોયસ કમાંડ પણ ગૂગલ આસિસ્ટેંટની જેમ સર્વસ પર સેવ થાય છે. આ અમેઝોનનું સર્વર હોય છે. અમેઝોનના સર્વર પર જઈ અને તમે વોયસ ડેટાને ડિલીટ કરી શકો છો.

1. અમેઝોનના ડેટા વાયસ મેનેજમેન્ટ પર જાઓ.

2. તેમાં ઘણા ફીચર જોવા મળશે. સર્વર પરની વોયસ હિસ્ટ્રી માટે ડિલીટ વોયસ હિસ્ટ્રી પર જાઓ. આ ઉપરાંત સ્માર્ટ અલર્ટ હિસ્ટ્રી, ડિવાઈસ સ્પેસિફિક હિસ્ટ્રી પર પણ જાઓ. દરેક પેજ પર અલગ અલગ હિસ્ટ્રી સેવ મળશે. તેમાંથી જેને પણ ડિલીટ કરવી હોય તેને ડિલીટ કરી શકો છો.

આઈઓએસ

એપલના આઈઓએસને અન્ય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની સરખામણીમાં સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. તેમ છતા યૂઝરને પ્રાઈવસીને લઈને ચિંતા સતાવે છે. એપલના સર્વર પર જઈ સર્ચિંગ માટે બોલેલા શબ્દોને ડિલીટ કરી શકાય છે. તેના માટે https://privacy.apple.com/નો ઉપયોગ કરો.

1. પહેલા સેટિંગ્સમાં જાઓ.

2. ‘લિસેન ફોર હે સિરી’ ને બંધ કરી અને ત્યારબાદ સિરી બટનને ક્લિક કરો.

3. ત્યારબાદ સેટિંગ્સમાં જઈ જનરલ અને પછી કિબોર્ડના વિકલ્પમાં જાઓ. ત્યારબાદ Enable Dictation નામના વિકલ્પ પર ક્લિક કરો અને જે વોર્નિંગ આવે તેને સ્વીકારો.

Read Also

Related posts

વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે આ ખતરનાક બીમારીઓને, રિસર્ચમાં થયો છે ખુલાસો

Ankita Trada

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ દિગ્ગજ લોકો પણ આવશે ભારત પ્રવાસે

Nilesh Jethva

રામમંદિર માટે કેન્દ્રએ આપ્યું એક રૂપિયાનું શૂકનવંતુ દાન, આ રૂપિયાથી જ બેંકમાં ખાતુ ખુલશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!