Whatsapp આજકાલ પોતાની પ્રાઇવસી પોલીસીના કારણે ખબરોમાં છે. પ્રાઇવસી પોલીસીને લઇને ઘણાં લોકો ફોનથી એપ ડિલિટ પણ કરી રહ્યાં છે અને બીજી એપ્લીકેશનનો સહારો લઇ રહ્યાં છે. પરંતુ તમને જણાવી દઇએ કે Whatsapp એપ્લીકેશન ડિલિટ કરવાનો અર્થ એ નથી કે તમે તમારુ Whatsapp એકાઉન્ટ ડિલિટ કરી નાંખ્યુ છે. Whatsapp ની એપ્લીકેશન ડિલીટ કરવા અને Whatsapp એકાઉન્ટ ડિલીટ કરવામાં ઘણો ફરક છે. તેની અલગ રીત છે.
સાથે જ જો તમે તમારુ જૂનુ બેકઅપ ડિલીટ કરવા માગતા હોય તો તેની પણ અલગ રીત છે. તેનાથી તમે તમારો જૂનો ડેટા યોગ્ય રીતે ડિલીટ કરી શકશો અને તેનો ઉપયોગ કોઇ નહી કરી શકે. તમારો ડેટા ડિલીટ કરવા માટે Whatsapp તરફથી જણાવવામાં આવેલા આ સ્ટેપ્સ ફોલો કરો. હકીકતમાં તમારી ચેટ હિસ્ટ્રી sdcard/WhatsApp/Databases/ folder માં ડિલીટ થાય છે. તેવામાં તમારે ત્યાં જઇને તમારો ડેટા ડિલીટ કરવો પડશે.

શું છે Whatsapp ડેટા ડિલીટ કરવાની પ્રોસેસ
- તેના માટે સૌથી પહેલા ફાઇલ મેનેજરમાં જાઓ.
- તે બાદ Whatsapp ફોલ્ડર પર ક્લિક કરો અને તે બાદ સબ-ફોલ્ડર્સ જોવા મળશે.
- તેમાં Databases file પર ક્લિક હોલ્ડ કરો.
- તે બાદ તેને ડિલીટ કરી નાંખો.
કેટલા દિવસ બાદ ડિલીટ થશે ડેટા?
તમારા દ્વારા Whatsapp એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ તમારો ડેટા પણ ડિલીટ થવાનુ શરૂ થઇ જાય છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 90 દિવસમાં તમારો ડેટા સંપૂર્ણ રીતે ડિલીટ કરી દેવામાં આવે છે. હકીકતમાં 90 દિવસ સુધી ડેટાને રિકવર કરવાના હિસાબે રાખવામાં આવે છે, કારણ કે ક્યારેક ભૂલથી એકાઉન્ટ ડિલીટ થઇ જાય તો તે સ્થિતિમાં ડેટા ફરીથી રિકવર કરી શકાય છે. તે બાદ તમારો Whatsapp સંબંધિત તમામ ડેટા ડિલીટ થઇ જશે.

આ ઉપરાંત ડેટાનો કેટલોક હિસ્સો લીગલ ઇશ્યૂ, ટર્મ વાયોલેશન વગેરેના કારણે પણ સેવ રાખવામાં આવે છે. આ રીતે એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ ફેસબુક કંપનીઓને આપવામાં આવેલો ડેટા પણ ડિલીટ કરી દેવામાં આવે છે.
સાથે જ જો તમે પણ તમારુ Whatsapp એકાઉન્ટ ડિલીટ કરવા માગતા હોય તો તમારે એક પ્રોસેસ દ્વારા તમારુ એકાઉન્ટ ડિલીટ કરવુ પડશે. તે બાદ જ તમારુ એકાઉન્ટ સંપૂર્ણ રીતે ડિલીટ થઇ શકશે અને તેનાથી તમારો ડેટા સેફ કરી શકશો. Whatsapp એ પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર પણ એકાઉન્ટ ડિલિટ કરવાની ખાસ રીત જણાવી છે, તેના દ્વારા તમારે એકાઉન્ટ ડિલીટ કરવાનું છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે એકાઉન્ટ ડિલીટ કરવાનુ છે.
કેવી રીતે ડિલીટ કરશો એકાઉન્ટ
- તેના માટે સૌથી પહેલા Whatsapp ઓપન કરો.
- તે બાદ ઓપ્શનમાં જાઓ અને સેટિંગ પર ક્લિક કરો.
- તેમાં તમને Account નો ઓપ્શન મળશે, જેમાં તમારે Delete my account પર ક્લિક કરવાનું છે.
- તે બાદ તમારે તમારો ફોન નંબર એન્ટર કરવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફુલ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં તમારો નંબર ઇન્સર્ટ કરવાનો છે. જણાવી દઇએ કે ભારત માટે તમારે +91નો ઉપયોગ કરવો પડશે.
- તે બાદ Whatsapp તરફથી ડિલિટ કરવાનું કારણ પણ પૂછવામાં આવશે. તેનો જવાબ લખો.
- તે બાદ DELETE MY ACCOUNT પર ક્લિક કરો. તે બાદ તમારુ Whatsapp એકાઉન્ટ સંપૂર્ણ રીતે ડિલીટ થઇ જશે.

તમારુ એકાઉન્ટ ડિલીટ કરવાથી શું થશે
- તમારુ એકાઉન્ટ સંપૂર્ણ રીતે ડિલીટ થઇ જશે.
- તેનાથી તમારા મેસેજની હિસ્ટ્રી સંપૂર્ણ રીતે ડિલીટ થઇ જશે.
- તમારા તમામ Whatsapp ગ્રુપ ડિલીટ થઇ જશે.
- આ ઉપરાંત ગુગલ ડ્રાઇવ પર રહેલો તમારો બેકઅપ પણ ડિલીટ થઇ જશે.
- તે બાદ તમે તમારા એકાઉન્ટને એક્સેસ નહી કરી શકો.
Read Also
- નગર પાલિકા રિઝલ્ટ/ કોંગ્રેસનો રકાસ, આ એક પાલિકામાં સમ ખાવા પૂરતી જીત, મોટાભાગની નગરપાલિકા કેસરિયે રંગાઇ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- સાવધાન/ ઓનલાઈન ટ્રાંજેક્શન એપ PAYTMએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ! નવું કાર્ડ મળે તો ફટાફટ કરો આ કામ
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી
- સાવધાન! Twitter પર ભૂલથી પણ આવી ચીજોને ન કરો શેર, તુરંત બેન થઈ જશે અકાઉન્ટ