GSTV
Home » News » ઓછા ખર્ચે રૉયલ વેડિંગ કરવા છે? આ ટિપ્સ કરાવશે બચત

ઓછા ખર્ચે રૉયલ વેડિંગ કરવા છે? આ ટિપ્સ કરાવશે બચત

લગ્ન કરવા માટે વર અને કન્યામાં ઉત્સાહ હોય છે પરંતુ કેટલીક વાર પરીવારને લગ્નમાં થતો લાખોનો ખર્ચ કરજદાર બનાવી દે છે. લગ્નમાં જીવનભર સાચવેલી મૂડી લગાવી દેવામાં આવે તો પણ પૈસા ઓછા જ પડે છે. જો આ ખર્ચ કરવામાં થોડી સમજદારી દાખવવામાં આવે તો લગ્ન શાનદાર રીતે થઈ પણ શકે છે અને તમારા માથા પર ખર્ચની ચિંતા પણ નહીં વધે. તો ચાલો આજે તમને જણાવીએ લગ્નમાં થતાં ખર્ચને ઘટાડવાની ટિપ્સ.

લગ્નના હોલનું બુકિંગ

શિયાળાની સીઝનમાં મોટાભાગના લોકો પાર્ટી પ્લોટના બદલે મેરેજ હોલમાં લગ્ન રાખવાનો આગ્રહ રાખે છે. પરંતુ જો તમે લગ્નની તારીખના થોડા દિવસો પહેલાં જ તે બુક કરાવશો તો તમને વધારે ભાડું ચુકવવું પડશે. તેના બદલે તમે હોલ ઓફ સીઝનથી જ બુક કરાવી લેશો તો તમને સારી અને સસ્તી ડીલ મળશે.

લગ્નના કપડા લો ભાડે  

દરેક કન્યા અને વરરાજાની ઇચ્છા હોય છે કે તેઓ તેમના લગ્નમાં આકર્ષક અને સુંદર દેખાય. તેથી જ તેઓ લગ્નના કપડા પર પૈસા પાણીની જેમ વહાવે છે. જો કે આ કપડાં ફક્ત એક જ વખત પહેરી શકાય છે.  ત્યારબાદ હજારોનો ખર્ચ કરેલા કપડા કબાટમાં પડી રહે છે. તેથી લગ્ન માટે મોંઘા કપડા ખરીદવાને બદલે તેને ભાડે લેવાનો આગ્રહ રાખો.

જ્વેલરી પણ લો ભાડે

કપડાંની જેમ મોંઘી જ્વેલરી પણ ભાડે લઈ શકો છો. હવે તો જ્વેલરી પણ એવી મળે છે કે જે રીયલ ગોલ્ડની જ દેખાય છે. આમ કરવાથી તમારા લાખો રૂપિયા બચી જશે.

વેડિંગ પ્લાનરની મદદ લો

લગ્ન માટે ડેકોરેશન, કેટરિંગ, લોકેશન, ડીજે અને મેક અપ આર્ટિસ્ટ માટે વેડિંગ પ્લાનર સાથે વાત કરી લેવી. પ્લાનર સાથે સૌથી પહેલા તમારા બજેટ વિશે વાત કરી લો એટલે તે બજેટને અનુરૂપ વ્યવસ્થા ગોઠવી આપે.

13 years old minor bride

મેકઅપ કીટ પોતાની વાપરો

કન્યા માટે મેકઅપ ખૂબ જ જરૂરી હોય છે.  મેકઅપ કરવા માટે સારામાં સારો આર્ટિસ્ટ પસંદ કરો. પરંતુ  મેકઅપની કીટ તમારી જ ઉપયોગમાં લો. કારણ કે મેકઅપ કીટ પણ જો મેકઅપ આર્ટિસ્ટની હશે તો તમારે ડબલ ચાર્જ ચુકવવો પડશે.

ઠંડીને અનુરૂપ વાનગીઓ રાખો   

જો લગ્ન શિયાળો હોય તો તમે ભોજનના મેનૂમાંથી એવી વસ્તુઓ દૂર કરો જે ઠંડી હોય. જેમકે મોકટેલ, આઈસ્ક્રીમ જેવા ડેઝર્ટ.

ડિજિટલ કાર્ડ 

મોંઘા આમંત્રણ કાર્ડ્સ છપાવવાને બદલે તમે ડિજિટલ કાર્ડ્સનો ઉપયોગ કરો. મિત્રો અને પરીજનો માટે ડિજિટલ કાર્ડ બનાવો અને ખાસ મહેમાનો માટે જ આમંત્રણ પત્રિકા છપાવો.

Read Also

Related posts

ફિલ્મ 83′ થી રિલીઝ થયું અભિનેતા સાહિલ ખટ્ટરનું નવું પોસ્ટર, જુઓ તેનાં PHOTOS

pratik shah

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!