GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Chandra Grahan 2018 :  સ્માર્ટફોન દ્વારા આ રીતે ક્લિક કરો બ્લડ મૂનની શાનદાર તસવીરો

આજે સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ દેખાવા જઈ રહ્યું છે. રાતના 11 વાગીને 53 મિનિટે શરૂ થનારુ ચંદ્રગ્રહણ આશરે ચાર કલાક સુધી ચાલશે. જે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં દેખાશે. ચંદ્રગ્રહણ એ ખગોળીય સ્થિતિ છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂર્ણિમાના દિવસે થાય છે. ચંદ્રગ્રહણનો પ્રકાર અને સમય ચંદ્રમાની સ્થિત પર નિર્ભર કરે છે.

આ ગ્રહણ ખાસ એટલા માટે છે કારણ કે તે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે. પૂર્ણ ચંદ્રગ્રહરણ 27 જુલાઈની રાત્રે 11 કલાક 53 મિનિટે શરૂ થશે અને 28 જુલાઈની વહેલી સવારે 3 કલાક 49 મિનિટે પૂર્ણ થશે. આમ કુલ 3 કલાક અને 55 મિનિટનું આ ગ્રહણ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકા સહિત ભારતના કેટલાક વિસ્તારોમાં દેખાશે.  તેવામાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ચંદ્ર ગ્રહણની આ તસવીરોને પોતાના કેમેરામાં કેદ કરશે પરંતુ જો તમારી પાસે કેમેરા ન હોય તો અને તમે તસવીરો ક્લિક કરવા માગતા હોય તો તમે તમારા સ્માર્ટફોન દ્વારા પણ શાનદાર તસવીરો ક્લિક કરી શકો છો. અમે તમે 5 એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે સ્માર્ટફોનમાં પણ ચંદ્ર ગ્રહણની સુંદર તસવીરો લઇ શકો છો.

  • સૌપ્રથમ ચંદ્ર ગ્રહણ શરૂ થાય તે પહેલા તમારે તમારા સ્માર્ટફોનના કેમેરાને સ્વચ્છ રાખવો પડશે. કેમેરાના લેન્સને સાફ કરી લો જેથી તમે ચંદ્રની તસવીરો ક્લિક કરો તો તે સારી રીતે ક્લિક થાય.
  • ચંદ્ર ગ્રહણની સારી તસવીરો લેવા માટે તમારી પાસે એક સારો ટ્રાઇપોડ હોવો જોઇએ. એક સ્થાને સ્માર્ટફોન સ્થિર રહેશે તો તસવીરોની ક્લેરિટી સારી આવશે.
  • ઑટો શૂટિંગ મોડ સાથે ફોટો ક્લિક કરવાના કારણે ચંદ્રમાની સારી તસવીરો તમે મિસ કરી શકો છો. તેથી સારી તસવીરો લેવા માટે હંમેશા પ્રો મોડનો જ ઉપયોગ કરો.
  • ચંદ્ર આપણાથી 384400 કિલોમીટર દૂર છે. તેવામાં તમારા કેમેરાની ફ્લેશ લાઇટ ત્યાં સુધી નહી પહોંચે. આ કારણે જો તમે ચંદ્ર ગ્રહણ દરમિયાન સારા ફોટો ક્લિક કરવા માટે ફ્લેશ લાઇટનો ઉપયોગ કરશો તો પણ તે નિરર્થક છે.
  • સ્માર્ટફોનના કેમેરા માટે અનેક થર્ડ પાર્ટી એપ્સ અવેલેબલ છે. આ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરી તમે ચંદ્રની સારી અને શાનદાર લુક વાળી તસવીરો ક્લિક કરી શકો છો. આ એપ્સ તમે એપ સ્ટોર અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો.

Related posts

ભાજપના સાંસદે હદ વટાવી: ભગવાન રામ કરતા પણ મોટા બતાવી દીધા મોદીને, હવે જવાબ આપવો ભારે પડશે

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

જલ્દી કરો! પોસ્ટ ઓફિસમાં 442 ગ્રામીણ ડાક સેવક પર પર નીકળી ભરતી, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!