GSTV

ખૂબ જ કામનું / સ્માર્ટફોનની સ્ક્રીન પર હોય છે ખતરનાક વાઇરસ, આવી રીતે કરો ફોનની સફાઇ અને રહો હેલ્ધી

Last Updated on July 20, 2021 by Zainul Ansari

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો Smartphone ઉપયોગ કરે છે અને એ વાત પણ જાણે છે કે સ્માર્ટફોન દ્વારા ઘણા રોગો થાય છે. કહેવામાં આવે છે કે ફોનની સ્ક્રીન પર ઘણા બધા વાઇરસ હોય છે. એવામાં ફોનની સફાઇ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા ફોનની સ્ક્રીનને ચમકતી રાખી શકો છો. ચાલો જાણીએ…

ફોન માટે નરમ કપડાનો ઉપયોગ કરો

ઘણીવાર તમે ફોનને સાફ કરવા માટે ટીશ્યુ પેપર અથવા કોઈપણ કપડા વાપરો છો. પરંતુ જો તમે તેના માટે નરમ કાપડનો ઉપયોગ કરો છો, તો પછી સ્ક્રીન પર કોઈ સ્ક્રેચ નહીં આવે. ઉપરાંત સ્ક્રીન ખૂબ જ આરામથી સાફ થઇ જશે. તેના માટે તમે બજારમાં ઉપલબ્ધ માઇક્રો ફાઇબર કપડાનો ઉપયોગ કરી શકો છો.

આ પ્રકારના ક્લીનિંગ લિક્વિડ પણ લઇ શકાય છે

બજારમાં ફોનની સ્ક્રીન સાફ કરવા માટે ઘણા પ્રકારના ક્લિનિંગ લિક્વિડ ઉપલબ્ધ છે. તેની સહાયથી સ્ક્રીન સારી રીતે સાફ થઈ જાય છે. તેના માટે કપડા પર લિક્વિડના થોડા ટીપાં નાંખો અને તેનો ઉપયોગ ફોનની સ્ક્રીન સાફ કરવા માટે કરો. આ એક ખૂબ સારી પદ્ધતિ છે.

ફોનની સ્ક્રીન પર દબાણ ન આવવા દો

ફોનની સ્ક્રીન સાફ કરતા સમયે ધ્યાન રાખો કે તેના પર વધારે દબાણ ન આવે. સ્ક્રીનને હળવા હાથે સાફ કરો. કારણ કે સ્ક્રીન પર વધારે ભાર આવવા પર સ્ક્રીન ડેમેજ થઇ શકે છે.

ટૂથપેસ્ટ પણ ઉપયોગી

ફોનની સ્ક્રીન સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છે. જોકે સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ ટૂથપેસ્ટને ધીમે-ધીમે ઘસો. તે પછી તેને નરમ કપડાથી સાફ કરો. ત્યારબાદ તમે સ્ક્રીનને સાફ જોશો સાથે સાથે સ્ક્રેચ પણ ઓછા દેખાશે.

સારા કવરનો ઉપયોગ કરો

ફોનની સ્ક્રીન સાફ રાખવા માટે એક સારો ફોન કવર હોવો જોઇએ. તેથી કંપનીના કવરનો ઉપયોગ કરો. જેથી ફોનની સ્ક્રીન ખરાબ અથવા ડેમેજ ન થાય.

Read Also

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!