GSTV
Business Trending

LPG ગેસ સિલિન્ડર સાથે ગ્રાહકોને મળે છે આટલા લાખનો વીમો, જાણો ક્લેમ કરવાની આખી પ્રોસેસ

LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને એક્સિડેંટલ ઇન્શ્યોરન્સ મળે છે. તેના માટે ગ્રાહકોએ કોઇ અલગથી પ્રિમિયમ નથી આપવુ પડતું. ગ્રાહકોને આ વીમા કવર બિલકુલ ફ્રી મળે છે. LPG સિલિન્ડરના બ્લાસ્ટમાં કોઇ વ્યક્તિનું મોત થાય તો ગેસ કંપની પ્રતિ વ્યક્તિ 6 લાખ રૂપિયા વળતર સ્વરૂપે આપે છે. આ પર્સનલ એક્સિડેંટ કવર ગ્રાહકના ઘરે LPG સિલિન્ડરના કારણે ઘટેલી દુર્ઘટનામાં જાનમાલના નુકસાન માટે ચૂકવવા પાત્ર છે.

lpg

દુર્ઘટનામાં મોત થવા પર પ્રતિ એક્સિડંટ પ્રતિ વ્યક્તિ 6 લાખ રૂપિયા ત્યાં બ્લાસ્ટ વગેરેના કારણે ગ્રાહકની પ્રોપર્ટી, ઘરને નુકસાન થવા પર પ્રતિ એક્સિડેંટ 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવર આપતા પહેલા તે જગ્યાની તપાસ થાય છે જ્યાં દુર્ઘટના અથવા બ્લાસ્ટ થયો છે.

lpg

તેના અંતર્ગત તપાસમાં તે પણ જાણી શકાય છે કે દુર્ઘટનાનું કારણ LPG સિલિન્ડર છે કે નહીં. તપાસ તમારા પક્ષમાં આવે તો તમે કવર મેળવવા પાત્ર છો. તમારે કેટલાંક જરૂરી પગલા લેવા પડે છે. ગ્રાહકે વીમા કંપનીમાં સીધો ક્લેમ કરવા માટે અરજી કરવા અથવા તો તેને સંપર્ક કરવાની જરૂર નથી હોતી.

વીમા કવર મેળવવાની પ્રોસેસ

  • સૌપ્રથમ લોકલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવો.
  • પોતાના ગેસ ડિસ્ટ્રીબ્યૂટરને એફઆઇઆરની એક કૉપી સોંપી દો.
  • તમારો ડિસ્ટ્રીબ્યૂટર એફઆઇઆરને ઓઇલ કંપની પાસે ટ્રાન્સફર કરશે.
  • હવે વીમા કંપનીની એક ટીમ તપાસ માટે ઘટનાસ્થળે આવશે.
  • તપાસ કર્યા બાદ અને સિલિન્ડરથી થયેલા નુકસાનને જોઇને ક્લેમની રકમ આ જ ટીમ નક્કી કરશે.
  • ઓઇલ કંપની ક્લેમની રકમ પોતાના ડિસ્ટ્રીબ્યૂટર પાસે મોકલશે, જે પછીથી ગ્રાહક અથવા તેના પરિવારના લોકોને આપવામાં આવશે.

Read Also

Related posts

Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV