GSTV

WhatsApp ગ્રુપથી છો પરેશાન? તો આ રહ્યો ઉપાય… આ રીતે જાતે નક્કી કરો એડ થવું કે નહીં

Last Updated on April 14, 2019 by Arohi

મેસેજિંગ એપ વોટ્સએપ સૌથી પોપ્યુલર ચેટિંગ એપ્લિકેશન છે અને તેનું યુઝરબેઝ આખી દુનિયામાં ફેલાયેલું છે. સૌથી સરળ મેસેજિંગ પ્લેટફોર્મ પર યુઝર્સને ગ્રુપ ચેટનું ઓપ્શન પણ મળે છે અને ધણી વખત ખૂબ વોટ્સએપ ગ્રુપ્સમાં એડ થવાના કારણે યુઝર્સને કંટાળી જવાય છે અને જરૂરી મેસેજ છુટી જાય છે.

ખાસકરી ભારતમાં જોક્સથી લઈને શાયરી-કવિતાઓ અને ગુડ મોર્નિંગના મેસેજ પણ શેર કરવા માટે ગ્રુપ બનાવવામાં આવે છે. અત્યાર સુધી આ ગ્રુપ્સમાં તમને કોઈ પણ એડ કરી શકતુ હતું. પરંતુ કંપનીએ હવે યુઝર્સની સમસ્યાને જોતા અમુક જરૂરી બદલાવ કર્યા છે.

ફેસબુકની ઓનરશિપ વાળા આ એપના ગ્રુપ્સ પર કોઈ બીજુ તમને એડ ન કરી શકે તેનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પહેલા ગ્રુપમાં એડ થઈ ગયા બાદ તેને લિવ કરવાનો વિકલ્પ યુઝર્સ પાસે હતો. પરંતુ એવામાં ગ્રુપમાં પહેલાથી એડ લોકોને તમારો નંબર દેખાઈ જતો હતો.

હવે તમને ગ્રુપમાં કોણ એડ કરી શકે તે તમે જાતે પસંદ કરી શકશો. પરંતુ તમને જણાવી દઈએ કે તે માટે તમારી પાસે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે અને એપ અપડેટ હોવી જરૂરી છે. ગ્રુપમાં એડ તવું કે નહીં તે પસંદ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

  • પોતાના મોબાઈલમાં વોટ્સએપ ઓપન કરો
  • ત્યાં Settingsમાં જઈને Accounts પર ટેપ કરો
  • અકાઉન્ટમાં ગયા બાદ Privacy પર ટેપ કરો
  • ત્યાં બાકીના સેટિંગ્સ સાથે Groups લખેલું જોવા મળશે તેને ઓપન કરો
  • ત્યાં ત્રણ ઓપ્શન્સ જોવા મળશે ‘Everyone’, ‘My Contacts’ અને ‘Nobody’
  • પોતાની જરૂરીયાતના હિસાબથી તેમાં કોઈ પણને તમે સિલેક્ટ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે જો કોઈ ગ્રુપમાં એડમિન એડ કરવા માંગે છે અને તમે ‘Nobody’ સિલેક્ટ કર્યું છે કો તે સીધુ તમને એડ નહીં કરી શકે પરંતુ તમને પ્રાઈવેટ ગ્રુપ ઈનવિટેશન મેકલશે. જો તમને લાગે કે ગ્રુપ જોઈન કરી શકાય તો તમે ઈનવાઈટ એક્સેપ્ટ કરી શકો છો. આ સરળ સ્ટેપ્સના કારણે તમને ફાલતું ગ્રુપ્સમાં એડ થવાથી આઝાદી મળી જશે.

Read Also

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!