GSTV

અગત્યનું/ તમારુ વોટર આઇડી કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? જાણી લો ચેક કરવાની રીત

વોટર

National Voters Service Portal: વોટર આઇડી કાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. વોટર આઇડીનો ઉપયોગ મતદાન કરવા અને ઓળખ સાબિત કરવા માટે થાય છે. આ ઉપરાંત તે એક મહત્વનો સરકારી દસ્તાવેજ હોવાના કારણે હાથો-હાથ સ્વીકાર પણ કરવામાં આવે છે.

આ રીતે ચેક કરો તમારુ વોટર આઇડી કાર્ડ અસલી છે કે નકલી

વોટર આઇડી કાર્ડ માટે અપ્લાય કર્યા બાદ તમારી પાસે એડ્રેસ પર ડિલીવર કરવામાં આવે છે. એડ્રેસ પર રિસીવ થયા બાદ અરજીકર્તા ઘરે બેઠા આ વાત જાણી શકાય છે કે કાર્ડ અસલી છે કે નહી. તે જાણવુ ખૂબ જ સરળ છે.

voter list

નેશનલ વોટર્સ પોર્ટલ પર મળશે જાણકારી

તમે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ દ્વારા જાણી શકાય છે કે તમારા માટે https://www.nvsp.in/ પર વિઝિટ કરવાનું છે. અહીં Search in Electrol Roll પર ક્લિક કરવાનું છે. તે બાદ તમારી સામે એક નવુ ઇન્ટરફેસ ઓપન થશે. અહીં તમારુ નામ, પતિ/પિતાનું નામ, જન્મ તારીખ, જેન્ડર, EPIC નંબર, રાજ્ય, કેપ્ચા કોડ રજીસ્ટર કરવાનો છે. આ તમામ જાણકારી રજીસ્ટર કર્યા બાદ તમે Search પર ક્લિક કરો.

વોટર

આટલુ કર્યા બાદ તમારી સામે કાર્ડની પૂરી ડિટેલ ખુલીને આવી જશે. કાર્ડમાં રજીસ્ટર જાણકારીને સ્ક્રીન પર આવેલી જાણકારીથી ચેક કરો. જો બંને જાણકારીઓ સાચી હોય તો તમારુ કાર્ડ અસલી છે. સાથે જ જો તમારી સામે ડિટેલ ઓપન ન થઇ તો તેનો અર્થ છે કે તમારુ કાર્ડ નકલી છે. અતવા તો જાણકારી અલગ-અલગ મળે તો તમે તેમા સુધારો કરાવી લો.

જણાવી દઇએ કે આ પોર્ટલ પર રહેલા New Voter Registration વિકલ્પ દ્વારા યુઝર્સ નવા વોટર આઇડી માટે અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત વોટર કાર્ડમાં કોઇ ખોટી જાણકારી રજીસ્ટર હોય તો તેમાં પણ સુધારો કરાવી શકાય છે.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!