GSTV
Gujarat Government Advertisement

જુઓ, 16 જૂન બાદ રોજ બદલાતા પેટ્રોલ-ડીઝલના ભાવ કેવી રીતે ચેક કરશો?

Last Updated on June 12, 2017 by

ઇન્ડિયન ઑઇલ કૉપોરેશન કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દિન-પ્રતિદિન બદલાવ કરવાથી ગ્રાહકોની યોગ્ય કિંમતે પેટ્રોલ અને ડીઝલ મળી શકે અને તેની સાથે જ આ યોજનાની મદદથી બદલાયેલી કિંમતની જાણકારી ગ્રાહકોને સહેલાઇથી મળી તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કંપનીઓ અનુસાર, ડીલરોએ વેચાણ શરૂ કર્યા પહેલા દરેક દિવસની બદલાયેલી કિંમતની જાણકારી ગ્રાહકોને આપવી પડશે.દરેક પેટ્રોલ પંપો પર બદલાયેલી કિંમતની જાણકારી મળશે. તે સિવાય ઇન્ડિયન ઑઇલ એપ અથવા તો SMSની મદદથી નવી કિંમતની જાણકારી મેળવી શકાશે.

ઇન્ડિયન ઑઇલની એપ fuel@iocની મદદથી ગ્રાહક કોઇ પણ શહેરની બદલાયેલી કિંમતને જાણી શકશે. તે સિવાય ગ્રાહક SMS મોકલીને નવી કિંમતો વિશે જાણી શકશે.આ માટે ગ્રાહકોએ RSP લખ્યા પથી સ્પેસ આપીને ડીલર કોડ લખવો પડશે અને તેને 9224992249 પર SMS કરવાનો રહેશે. તે પછી ગ્રાહકોને ડીઝલ અને પેટ્રોલની બદલાયેલી કિંમત વિશે મેસેજની મદદથી જાણકારી આપવામાં આવશે.

ઇન્ડિયન ઑઇલ કૉપોરેશન અનુસાર, તેના દરેક 26000 ડીલરોની કિંમતની બદલાયેલી જાણકારી આપવા માટે તાલીમ આપવામાં આવશે જેથી ગ્રાહકોને કિંમતની વિશે ખોટી જાણકારી ન મળે.

ઇન્ડિયન ઑઇલના 10,000 ઑટોમેટેડ પેટ્રોલ પંપોની કિંમત બદલાવની જાણકારી સેન્ટ્રલાઇઝ્ડ રીતે  અપડેટ કરવામાં આવશે, જ્યારે નૉન-ઑટોમેટેડ પેટ્રોલ પંપો પર બદલાયેલી કિંમતની જાણકારી આપવાની જવાબદારી ડીલરોની હશે.

તમને જણાવી દઇએ કે કેટલાક સંગઠનો કિંમતમાં રોજ બદલાવની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. આ સંગઠનોએ 16 જૂનથી હડતાળની ચેતવણી આપી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!