GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મુશ્કેલીના સમયમાં સોનુ વેચી રહ્યાં હોય તો પહેલાં આ કામ કરવાનું ના ભૂલતા, મળશે વ્યાજબી કિંમત

સોનું-ચાંદી

સોનામાં રોકાણ ભારતમાં ખૂબ જ પોપ્યુલર છે. લગ્નસરા હોય કે તહેવારની સીઝન લોકો સોનુ ખરીદવાનું પસંદ કરે છે. અત્યારની વાત કરીએ તો સોનુ આ વર્ષે આશરે 9500 રૂપિયા મોંઘુ થઇ ગયું છે અને એમસીએક્સ પર સોનુ 49 હજાર પ્રતિ 10 ગ્રામના ભાવ પર પહોંચી ગયું. સર્રાફા બજારમાં પણ સોનુ 50 હજારની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.

સોનુ

તેવામાં ઘણાં લોકો લગ્નની સીઝન પહેલા જૂનુ સોનુ વેચીને નવી જ્વેલરી બનાવડાવવાનું પસંદ કરે છે. સાથે જ કેટલાંક લોકો જરૂરિયાત ઉભી થાય ત્યારે તેને વેચી શકે છે. જો તમે પણ આવુ કરવાનું વિચારી રહ્યાં હોવ તો સૌથી પહેલાં સોનાની શુદ્ધતા તપાસી લેવી જોઇએ. સોનુ જેટલુ શુદ્ધ હશે, તમને એટલી વ્યાજબી કિંમત મળશે. સોનુ ખરીદતા પહેલાં પણ સોનાની શુદ્ધતા ચકાસવી જરૂરી હોય છે.

BIS હોલમાર્ક

દેશમાં ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત થઇ ચુકી છે. આ BISનું એક સર્ટિફિકેટ છે, જેમાં સોનાની શુદ્ધતા જાણી શકાય છે. તેમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે કે હોલમાર્ક અસલી બન્યુ છે કે નકલી. BIS હોલમાર્કની નિશાની તમામ ઘરેણા પર હોય છે. તેમાં એક ત્રિકોણ નિશાન હોય છે. તેની સાથે જ સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે.

પરંતુ જૂની જ્વેલરીના મામલે મુશ્કેલી થઇ શકે છે. તેવામાં હોલમાર્કિંગ સેંટર્સ પર જઇને જૂની જ્વેલરીની શુદ્ધતા ચકાસી શકાય છે. તેનાથી જાણી શકાય છે કે પહેલાં તેને વેચવામાં આવેલી જ્વેલરી કેટલા કેરેટ સોનાની બનેલી છે. તેમા માટે મામૂલી ખર્ચ થાય છે.

હોલમાર્ક         શુદ્ધતા

375                 37.5 % શુદ્ધ સોનુ

585                 58.5 % શુદ્ધ સોનુ

750                 75.0 % શુદ્ધ સોનુ

916                 91.6 % શુદ્ધ સોનુ

990                99.0 % શુદ્ધ સોનુ

999                99.9 % શુદ્ધ સોનુ

એસિડ ટેસ્ટ

આ એક એવો ટેસ્ટ છે જેમાં તમને ગણતરીની મિનિટોમા ખબર પડી જશે કે તમે જે સોનુ લીધું છે તે અસલી છે કે નકલી. તેના માટે પહેલા તમાર સોનાને એક પિનથી થોડુ ઘસવુ પડશે. તે બાદ તે જગ્યાએ નાઇટ્રિક એસિડના કેટલાંક ટીપાં નાંખી દો. જો સોનુ અસલી હશે તો તેનો રંગ બિલકુલ નહી બદલાય. જો નકલી હશે તો તેનો રંગ લીલો થઇ જશે.

પાણીથી કરો ટેસ્ટ

સોનાને પાણી ભરેલી ડોલમાં નાખી દો. જો સોનુ ડૂબી જાય તો સમજી લો સોનુ અસલી છે. જો સોનુ પાણીની ધારા સાથે થોડી વાર માટે તરે તો સમજો સોનુ નકલી છે. સોનુ જેટલુ પણ હળવુ હોય અથવા તો ગમે તેટલી ઓછી માત્રામાં હોય તે પાણીમાં હંમેશા ડૂબી જાય છે. જો ઘરેણુ નાનુ હોય તો તેને એક કપ પાણીમાં નાંખીને તેને ચકાસી શકો છો.

ચુંબક ટેસ્ટ

તેના માટે હાર્ડવેરની દુકાનેથી ચુંબક લાવો અને તેને સોનાના ઘરેણા પર મુકો. જો તે ચોંટે તો તમારુ સોનુ અસલી નથી અને જો ન ચોંટે તો સોનુ અસલી છે. કારણ કે સોનુ ચુંબકીય ધાતુ નથી.

Read Also

Related posts

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Mansi Patel

ધોરણ 12 બોર્ડની સાયન્સ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!