GSTV
Health & Fitness Life Trending

ચેતજો! ક્યાંક તમે પણ નકલી ઘી નથી ખાઇ રહ્યાં ને? આ રીતે ઓળખી કાઢો કયું છે અસલી ઘી

ઘી

દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળનો ખેલ ખૂબ જ મોટો છે. જો કે આ મામલે પોલીસ સતત તેમાં સંડોવાયેલા લોકોની ધરકપડ કરે છે. પરંતુ ભેળસેળનો ખેલ હજુ પણ યથાવત જ છે. તાજેતરમાં જ પોલીસે ફરીદાબાદના એક વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડો ફોડીને કેટલાંક લોકોની ધરપકડ કરી છે. બજારમાં અસલી અને નકલી બંને પ્રકારના ઘીનું ધૂમ વેચાણ થાય છે. તેવામાં જો તમે ઘી ખાવાના શોખી હોય તો જરા સંભાળીને બજારમાંથી ઘી ખરીદજો. જાણકારોનું કહેવુ છે  ભેળસેળ વાળુ દેશી ઘી તૈયાર કરવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે શુદ્ધ દેશી ઘીની ઓળખ કેવી રીતે કરશો.

ઘી

જણાવવામાં આવી રહ્યું છે કે ભેળસેળ વાળુ ઘી તૈયાર કરવા માટે 40 ટકા રિફાન્ડ ઓયલ અને 60 ટકા ફોર્ચ્યુન વનસ્પતિ મિક્સ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં બાફેલા બટાકા અને બિટ્યુમેન મિક્સ કરવામાં આવે છે. ફોર્ચ્યુન વનસ્પતિ દાણાદાર હોય છે.

તેથી ભેળસેળ વાળા ઘીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમાં પણ ક્વોલિટીને વધુ સારી બનાવવા માટે 5થી 10 ટકા અસલી દેશી ઘી પણ મિક્સ કરે છે. તેમાં દેશી ઘી વાળુ સેન્ટ પણ મિક્સ કરવામાં આવે છે.

ઘી

કેવી રીતે અસલી ઘીને ઓળખશો

ઘી ભેળસેળ વાળુ છે કે નહીં, તે જાણવા માટે તમે એક વાસણમાં એક ચમચી ઘી ગરમ કરો. જો ઘી તરત જ ઓગળી જાય અને તેનો રંગ બદલાઇની ભૂરો થઇ જાય તો તે શુદ્ધ દેશી ઘી છે. જો ઘી પીળા રંગનું થઇ જાય તો તે ભેળસેળ વાળુ ઘી છે.

દેશી ઘી ઓળખવા માટે હાથ પર થોડી ઘી લો. તે બાદ હાથને ઉંધા કરીને મસળો. જો ઘીમાં દાણા આવી જાય તો સમજી લો આ ઘી નકલી છે. અસલી ઘી હાથ પર લગાવતા જ હાથ પર ફેલાઇ જાય છે. અસલી ઘી ઓળખવાની આ સૌથી સરળ રીત છે.

ઘી

એક ચમચી ઘીમાં ચાર-પાંચ ટીપાં આયોડીન મિક્સ કરો. જો રંગ બ્લૂ થઇ જાય તો ઘીમાં બાફેલા બટાકા મિક્સ કરેલા છે.

એક ચમચી ઘીમાં એક ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચપટી ખાંડ મિક્સ કરો. જો ઘીનો રંગ લાલ થઇ જાય તો તેમાં ડાલડા મિક્સ છે.

શુદ્ધ ઘી ઓળખવા માટે પોતાની હથેળી પર એક ચમચી ઘી નાંખો. જો તે આપમેળે જ ઓગળી જાય તો સમજી લો કે તે શુદ્ધ છે. જો ઘી જામી જાય અને તેમાં સુગંધ આવવાનું બંધ થઇ જાય તો સમજી જાઓ કે તે નકલી છે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV