GSTV

સુવિધા / આ રીતે માત્ર 2 જ મિનિટમાં જાણી શકશો કે તમારા PF એકાઉન્ટમાં છે કેટલાં પૈસા

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

વર્તમાન સમયમાં કોરોના કાળમાં આજે પૈસા એ સૌ કોઇની જરૂરિયાત બની ગયા છે. એવામાં અનેક વખત તમે ઇમરજન્સી ફંડના વિશે વિચારો છો ત્યારે તમને જરૂરથી પ્રોવિડન્ટ ફંડની (PF) ની યાદ આવે છે. સરકારએ પણ સંકટના સમયે રિટાયરમેન્ટ ફંડમાંથી પૈસા નીકાળવાના નિયમને સરળ કરી દીધો છે. એવામાં જો તમે પણ તમારા PF દ્વારા પૈસા નીકાળવા ઇચ્છો છો પરંતુ તમને એ ખ્યાલ નથી કે તેમાં કેટલાં પૈસા જમા છે તો તે કામ હવે બિલકુલ સરળ થઇ ગયું છે.

તમારા રિટાયરમેન્ટ ફંડમાં કેટલાં પૈસા જમા છે તે હવે જાણવું બિલકુલ સરળ થઇ ગયું છે. એ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા એક કોલ કરવાનો રહેશે અથવા તો પછી એક મેસેજ કરવાનો રહેશે. તમે રજિસ્ટર્ડ નંબર પરથી ટાઇપ કરો “EPFOHO UAN” અને પછી તેને 7738299899 નંબર પર મોકલી દો. આ સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

તેમાં અંગ્રેજી ડિફોલ્ટ લેંગ્વેજ છે. તે સિવાય હિંદી, પંજાબી, તમિલ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, બંગાળી ભાષા શામેલ છે. તમે તમારી સ્થાનીય ભાષામાં આ મેસેજ મોકલવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ટાઇપ કરો EPFOHO UAN પછી તમારી ભાષાના પ્રથમ ત્રણ અક્ષર ટાઇપ કરો. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં જવાબ મેળવવા માટે ટાઇપ કરો EPFOHO UAN GUJ પછી તેને 7738299899 નંબર પર મોકલી દો.

PF

મિસ કૉલ આપીને જાણો બેલેન્સ વિશે

આ સિવાય તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી મિસકોલ આપીને બેલેન્સ જાણી શકો છો. તમારે તમારા નોંધાયેલા નંબર પરથી 011-22901406 પર કૉલ કરવાનો રહેશે. બે રિંગ બાદ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઇ જશે. આ સેવા સંપૂર્ણપણે મફત છે.

UMANG એપ્લિકેશનની સહાયથી પણ બેલેન્સ જાણી શકશો

આ સિવાય પ્રોવિડન્ટ ફંડનું બેલેન્સ તમે UMANG એપની મદદથી પણ જાણી શકો છો. એ માટે તમારે કર્મચારી કેન્દ્રિત સેવાઓ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ વ્યુ પાસબુક પર ક્લિક કરો. અહીં તમે તમારા યુએએન નંબર અને ઓટીપી એડ કરીને બેલેન્સની જાણકારી મેળવવાની રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોન્સૂન ધમાકા/ આ બેંકોમાં મળી રહ્યું છે શોપિંગ ભારે ડિસ્કાઉન્ટ, ફટાફટ કરો થોડા સમય માટે જ છે આ ઓફર

Damini Patel

મીઠો લીમડો/ માત્ર સ્વાદ માટે જ નથી જાણીતો, ફાયદાઓ જાણી લેશો તો દરરોજ દાળ-શાકમાં નાખવાનું નહીં ભૂલો

Bansari

અર્થતંત્ર / બજારમાં નહીં ફરતી થાય કડકડતી નોટો, ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ છતાં મોદી સરકારે લીધો આ નિર્ણય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!