GSTV
Gujarat Government Advertisement

કામની ખબર/ એક SMS અથવા મિસ્ડ કોલ દ્વારા જાણી શકો છો પોતાનું પીએફ બેલેન્સ, આ રહ્યો નંબર

pf

Last Updated on May 12, 2021 by Damini Patel

કોરોના કાળ દરમિયાન ઘણા લોકોની નોકરી જતી રહી છે. ત્યાં જ લોકોને પોતાના પ્રોવિડંડના પૈસા કાઢવા પડ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમને પોતાના પીએફ એકાઉન્ટ અંગે વધુ જાણકારી નથી. જેમકે પીએફનું બેલેન્સ ચેક કરવું. આમ તો પીએફ બેલેન્સ ઘણી રીતે જાણી શકાય છે જે EPFની વેબસાઈટ પર જણાવવામાં આવ્યા છે પરંતુ સૌથી સરળ રીત છે મિસ્ડ કોલ.

આ નંબર પર કરો મિસ્ડકોલ

pf

તમે એક મિસ્ડકોલ કરી પીએફ બેલેન્સ જાણી શકો છો. એના માટે તમને પોતાના પીએફ એકાઉન્ટમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર 011-22901406 પર મિસ્ક કોલ કરવાનો રહેશે. ત્યાર પછી તમારી પાસે એક મેસેજ આવી જશે જેમાં તમારા એકાઉન્ટમાં હાજર પીએફના પૈસાની જાણકારી મળી જશે.

SMSથી પીએફ બેલેન્સ જાણવા માટે આ નંબર પર મેસેજ કરી શકો છો

આ ઉપરાંત તમે એક મેસેજ કરીને પણ પીએફ બેલેન્સ જાણી શકો છો. જો કે આ બંને સેવાઓ માટે તમારો યુએનએ(યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એક્ટિવ હોવો જોઈએ. જો તમે SMS દ્વારા પીએફ બેલેન્સ જાણવા માંગો છો તો EPFOHO UAN ટાઇપ કરી 7738299899 પર મોકલી આપો. આ સેવાનો લાભ તમને હિન્દી, અંગ્રેજી સહીત 10 ભાષામાં લઇ શકો છો. જો તમારે હિન્દીમાં લાભ લેવો હોઈ તો તમે EPFOHO UAN HIN ટાઈપ કરી 7738299899 પર મેસેજ કરો.

અલગ-અલગ ભાષા માટે કોડ

અંગ્રેજીમાં કોઈ કોડ નથી
હિન્દી – HIN
પંજાબી – PUN
ગુજરાતી – GUJ
મરાઠી – MAR
કન્નડ – KAN
તેલુગુ – TEL
તામિલ – TAM
માલિયાલમ – MAL
બંગાળી – BEN

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!