GSTV

નોકરીયાતો મોબાઈલથી પણ ચેક કરી શકે છે પોતાનું PF બેલેન્સ, અહીં જાણો સરળ રીત !

કોરોના મહામારી (COVID-19) લોકડાઉનમાં નોકરીયાત લોકો ફાઈનેંશિયલ ક્રાઈસિસેથી પસાર થઈ રહ્યા છે. એવામાં જો તમે આ દરમિયાન પોતાના પ્રોવિડેન્ટ ફંડ એકાઉન્ટતી પૈસા કાઢવા માગો છો તો, આ સમયે સંભવ છે. તે માટે તમારે પોતાના EPFO વિશે કેટલીક વિશેષ જાણકારીઓ રાખવી પડશે. સામાન્ય રીતે તો દર મહિને સેલરીમાંથી કપાતી રકમ વધારે પડતા કર્મચારી રીટાયર થયા બાદ જ લે છે, પરંતુ જોબ ચેન્જ કરતા સમયે અથવા PF ના પૈસા ટ્રાંસફર કરતા સમયે લોકોને જાણ નથી હોતી કે, તેમના ખાતામાં પૈસા કેટલા છે. જોબ કરતા સમયે અથવા ત્યારબાદ પણ પોતાના PF ની રમક જાણવી ખૂબ જ સરળ છે.

તમારું PF બેલેન્સ ચકાસી શકો છો

બેન્ક ચેક કરવાની ઘણી રીત છે. કારણ કે, EPFO પોતાના ગ્રાહકોને ઘણી ઓનલાઈન સુવિધાઓ પ્રદાન કરે છે. આ પ્રકારની સુવિધા EPF કસ્ટમર્સને તેમના એકાઉન્ટમાં જમા પૈસા વિશે જાણવાનો વિકલ્પ આપે છે. શું તમે પોતાનું PF બેલેન્સ ચેક કરવા માટે વર્ષના અંતમાં જાહેર થનાર PF સ્ટેટમેન્ટની રાહ જોવો છો ? જો તમારું UNA સક્રિય છે તો તમે તમારા ઘર અથવા ઓફિસથી અથવા કોઈપણ જગ્યાએથી તમારું PF બેલેન્સ ચકાસી શકો છો. તો ચાલો અમે તમને એક સરળ રીત જણાવીએ કે, ક્યાં પગાર ધારક અથવા EPFO શેરહોલ્ડરો તેમના મોબાઇલ દ્વારા EPFO ​​વેબસાઇટ અથવા ઉમંગ એપ્લિકેશન પર તેમના PF બેલેન્સની તપાસ કરી શકે છે.

કેવી રીતે ચેક કરીએ બેલેન્સ ?

EPFO એ પોતાની સત્તાવાર વેબસાઈટ પર EPF બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી છે. તે માટે EPFO ની સત્તાવાર વેબસાઈટ પર લોગઈન કરવાનું રહેશે. epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો. પાસબુક પર ક્લિક કર્યા બાદ તમારે નવા પેજ passbook.epfindia.gov.in પર જવું પડશે. અહીંયા તમને તમારુ યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભારવાની રહેશે. બધી માહિતી ભર્યા બાદ એક નવા પેજ પર જાઓ અને અહીંયા મેમ્બર આઈડીની પસંદગી કરવાની રહેશે. અહીંયા ઈ-પાસબુક પર પોતાનું EPF બેલેન્સ દેખાઈ જશે. તે સિવાય જો તમે UAN પોર્ટલ પર રજિસ્ટર્ડ છે તો તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપો. ત્યારબાદ EPFO થી એક સંદેશ મળશે, જેમા તમારા PF એકાઉન્ટની માહિતી તમને મળી જશે. જોકે, જરૂરી છે કે, UNA થી બેન્ક એકાઉન્ટ, પાન અને આધાર લિંક્ડ હોવુ જોઈએ.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!