GSTV

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

ચા

Last Updated on October 23, 2021 by Damini Patel

વધુ લોકો પોતાના દિવસની શરૂઆત એક કપ ચાથી કરે છે, પરંતુ ઘણી વખત તમારા પસંદગીના પીણા પદાર્થમાં ભેળસેળ હોઈ શકે છે. ચામાં કલરીંગ પદાર્થ અને ખરાબ પત્તીની ભેળસેળ કરવામાં આવે છે. એનાથી માત્ર તમારા મોંનો સ્વાદ જ નહિ પરંતુ રોજ આવી ચા પીવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો તમે પણ ચા પીવાનું પસંદ કરતા હો તો જાણો કેવી રીતે જાણી શકો છો કે તમારી ચાની પત્તી શુદ્ધ છે અથવા એમાં કોઈ ભેળસેળ થઇ રહી છે.

ચામાં ભેળસેળની ખરાબ અસર

ચા

ચાની પત્તીમાં ખરાબ પત્તીઓ અને કલરીંગ પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે. આ પત્તીઓ એવી હોય છે જેમને એક વખત ઉપયોગ કર્યા પછી ફરી યુઝ કરી શકાય છે. ત્યાં જ પ્રોસેસ્ડ અને કલર્ડ ટીની ભેળસેળ પણ કરવામાં આવે છે. એમાં લિવર ડિસઓર્ડર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બીજી સમસ્યા થઇ શકે છે.

આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

Food Safety and Standards Authority of India (FSSAI)એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ચામાં ખરાબ પત્તીની ભેળસેળની ઓળખ કેવી રીતે કરી શકો છો. જાણો શું છે રીત-

  • સૌથી પહેલા ફિલ્ટર પેપર લો.
  • હવે ચાની પત્તીને ફિલ્ટર પેપર પર ફેલાવો અને તેને રાખો.
  • થોડું પાણી છાંટવું જેથી ફિલ્ટર પેપર ભીનું થઈ જાય.
  • હવે ફિલ્ટર પેપરને નળના પાણીમાં ધોઈ લો. ચાની પત્તી દૂર થશે અને જો ચામાં ભેળસેળ હશે તો તમને ફિલ્ટર પેપર પર ડાઘ જોવા મળશે.
  • ફિલ્ટર પેપરનો રંગ ખરાબ ચાના પાંદડામાંથી ભૂરાથી કાળો હોઈ શકે છે.
  • ચાની ખરાબ પત્તીથી ફિલ્ટર પેપરનો રંગ ભૂરો થઇ શકે છે
  • જો ચા શુદ્ધ હોય, તો ફિલ્ટર પેપર પર કોઈ ડાઘ દેખાશે નહીં.

ચા પીવાના ફાયદા

ઘણા અભ્યાસો અનુસાર, ચોક્કસ માત્રામાં ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. ચામાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. ચા પીવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને રક્તવાહિનીઓના કાર્યમાં સુધારો કરવામાં પણ મદદરૂપ થાય છે, પરંતુ જો તમારી ચામાં ભેળસેળ હોય તો તમને આ લાભો નહીં મળે, તેથી તમારા માટે ચામાં ભેળસેળ તપાસવી જરૂરી છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!