GSTV
Home » News » વોટર આઇડીમાં બદલવું છે નામ? આ રીતે ઘરે બેઠા થઇ જશે કામ

વોટર આઇડીમાં બદલવું છે નામ? આ રીતે ઘરે બેઠા થઇ જશે કામ

ઘણીવાર એવું બનતું હોય છે કે વોટર આઇડીમાં કેટલીક ભૂલો થઇ ગઇ હોય છે, જેના કારણે તેને ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરવા અને પોલીંગ બૂથ જેવી જગ્યાઓ પર મુશ્કેલી થાય છે. આવી જ એક ભૂલ છે કાર્ડ પર છપાયેલાં નામમાં થયેલી ભૂલ. પોતાના આઇડી કાર્ડ પર નામ બદલવા અથવા તેમાં સુધારો કરવાની ઓનલાઇન અને ઓફલાઇન એમ બે રીત છે.

જો તમે ઓફલાઇન નામમાં ફેરફાર કરવા માંગતા હોય તો તમારા ચૂંટણી ક્ષેત્ર અધિકારીને તમારા નામના પ્રમાણપત્ર સાથે અરજી આપી દો. તે પછી વેરિફિકેશન બાદ તમામ વિગતો સાથે તમારુ નામ વોટર લિસ્ટમાં સુધારી દેવામાં આવશે અને નવુ વોટર આઇડી કાર્ડ તમારા ઘરના સરનામે આવી જશે. જો તમે ઓનલાઇન પોતાના વોટર આઇડી કાર્ડનું નામ બદલવા માંગતા હોય તો નામના પ્રમાણપત્ર સાથે આ સ્ટેપ્સને ફોલો કરો.

આ રીતે વોટર આઇડીમાં બદલો તમારુ નામ

  • ચૂંટણી પંચની વેબસાઇટ https://www.nvsp.in/ પર જાઓ.
  • હોમપેજ પર ‘  ‘ Correction of entries in electoral roll’ એટલે કે મતદાતા યાદીમાં એન્ટ્રીમાં સુધાર ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે ‘ફોર્મ 8 ‘ શીર્ષક સાથે ફોર્મ ખુલશે. જો તમે ફોર્મની ભાષા બદલવા માંગતા હોય તો જમણી બાજુ ભાષા બદલવાનો વિકલ્પ છે.
  • આ ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરો. જે વિગતો સાથે ‘*’નું નિશાન છે તે ભરવી ફરજિયાત છે.

  • અહીં એક બોક્સ હશે, જેમાં તમારે ‘નામ’ બદલવાના કોલમ પર ટિક કરવાનું રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ઇ-મેલ એડ્રેસ તથા મોબાઇલ નંબર નાંખો.
  • ફોર્મ ભરવાનું સ્થાન અને કેપ્ચા કોડ નાંખીને ફોર્મ સબમિટ કરી દો.
  • સબમિટ કર્યા બાદ તમારી સ્ક્રીન પર રેપરન્સ નંબર જોવા મળશે. તેને નોટ કરી લો. આ નંબરથી તમે તમારા નવા વોટર આઇડી કાર્ડનું એપ્લીકેશન સ્ટેટસ ચેક કરી શકો છો. તમારી એપ્લીકેશનને પ્રોસેસ થવા અને નવું આઇડી કાર્ડ જારી થવામાં આશરે 30 દિવસ સુદીનો સમય લાગી શકે છે.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ: ઘરમાં મુકી દો આ એક વસ્તુ, ક્યારેય નહી પ્રવેશે નકારાત્મક ઉર્જા

Bansari

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!