GSTV

કામના સમાચાર/ ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર બદલી શકો છે પેસેન્જરનું નામ, જરૂરિયાત પ્રમાણે આ રીતે ચેન્જ કરો ડિટેલ

ટ્રેન

Indian Railway IRCTC: ઇન્ડિયન રલવે યાત્રીઓને ઑનલાઇન ટિકિટ બુકિંગ પર અનેક સુવિધાઓ આપે છે. રેલવેના નિયમો અનુસાર યાત્રી ટિકિટ બુક કર્યા બાદ પણ યાત્રીનું નામ બદલી શકે છે. આ સુવિધા ફક્ત ઑનલાઇન ટિકિટ બુકિંગ કરનારા યાત્રીઓને મળે છે. રેલવે અનુસાર ઘણીવાર એવુ બને છે કે યાત્રીઓના પ્લાનમાં બદલાવ થઇ જાય છે અને તે યાત્રા કરવા નથી ઇચ્છતાં. તેવામાં તો ટિકિટ કેન્સલ કરાવી લે છે અથવા તો ટિકિટ કેન્સલ પણ નથી કરાવતા અને યાત્રા પણ નથી કરતાં.

અચાનક પ્લાનમાં બદલાવ થવાના પગલે અનેક યાત્રીઓ આવુ જ કરે છે. તેવામાં રેલવેએ આવા યાત્રીઓને સુવિધા આપી છે કે તે પોતાની કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકે છે. પરિણામે જો તમે યાત્રા ન કરવા માગતા હોવ તો તમે તમારા પરિવારના કોઇ સભ્ય (જે યાત્રા કરવા માગે છે) તેના નામે રજીસ્ટર કરાવી શકો છો.

ટ્રેન

એટલે કે તમે જે ટિકિટ બુક કરાવી હતી તે કોઇ બીજાના નામે ટ્રાન્સફર થઇ શકે છે. જો કે યાત્રી એક ટિકિટ પર એક જ વાર નામ બદલાવી શકે છે. ડિપાર્ચરના 24 કલાક પહેલા જ નામ બદલાવી શકાય છે.

આ રીતે બદલાવો પેસેન્જરનું નામ

  • સૌથી પહેલા ઓનલાઇન બુક કરવામાં આવેલી ટિકિટની પ્રિન્ટ કઢાવી લો.
  • તમારા વિસ્તારના Railway Reservation Counter પર જાઓ.
  • તમારી સાથએ તે યાત્રીનુ ઓરિજિનલ આઇડી પ્રૂફ અને ફોટોકૉપી લઇને જાઓ જેના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની છે.
  • રેલવે કાઉન્ટર પર નામ ચેન્જ કરવાની જાણકારી આપો.
  • તે બાદ રિઝર્વેશન કાઉન્ટર પર જ તેને આપી દો.
  • તમારી ટિકિટ પર અન્ય યાત્રીનું નામ રજીસ્ટર કરી દેવામાં આવશે.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!