નહી ખાવા પડે ધક્કા, ઘરે બેઠા આ રીતે બદલો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર

aadhar card

હાલના સમયમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ચુક્યું છે. અનેક જરૂરી સુવિધાઓ માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તમામ બેંકો અને સરકારી કાર્ય માટે આધાર જરૂરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય અને તમે મોબાઇલ નંબર બદલવા માંગો છો, તો તમારે હવે તેના માટે સેન્ટરના ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા સરળતાથી જ તમે આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.  

આ રીતે કરો મોબાઇલ નંબર અપડેટ

સૌ પ્રથમ, ઓફિશિયલ વેબસાઇટ resident.uidai.gov.in પર જાઓ અને સૌથી ઉપર આધાર અપડેટ પર ક્લિક કરો.

હવે તમારા સામે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે (Request for Aadhar update)ની નીચે અપડેટ આધાર ડિટેલ્સ ઓનલાઇન (Update Aadhar details online) પર ક્લીક કરવું પડશે.

હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાં ક્લિક હિયર લખેલુ હશે ત્યા તમારે ક્લિક કરવું પડશે.

ત્યારબાદ એક પેજ ખુલશે. જ્યાં તમારે આધારનો 12 આંકડાનો નંબર દાખલ કરવો પડશે.

 આ બાદ તમારે કેપ્ચા દાખલ કરવું પડશે.

ત્યારબાદ તમારા પહેલાના નંબર પર એક OTP આવશે, જે ઓટીપી કોપી કરીને લૉગીન કરવું પડશે.

હવે તમારા નંબર ચકાસવા માટે પ્રોસીડ પર ક્લીક કરો, આ રીતે તમારો નવો નંબર મિનિટોમાં જ અપડેટ થઇ જશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter