GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા

ટ્રેન દ્વારા મુસાફરી કરનારા યાત્રીઓને ભારતીય રેલવે અનેક સુવિધાઓ પૂરી પાડે છે. રેલવે ઓછા દરે મુસાફરી કરાવાની સાથે પોતાના યાત્રીઓના ખિસ્સાનું પણ ધ્યાન રાખે છે. પરંતુ ઘણીવાર એવુ પણ બને છે કે આપણને રેલવેની કેટલીક સુવિધાઓ વિશે જાણ નથી હોતી. અમે આજે તમને એવી જ એક સુવિધા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેના અંતર્ગત તમે માત્ર 25 રૂપિયા ખર્ચીને તમારા હજારો રૂપિયા બચાવી શકો છો.

રૂમ બુક કરવા માટે આપવા પડશે આટલા રૂપિયા

ભારતીય રેલવે યાત્રીઓને રેલવે સ્ટેશન પર સસ્તામાં રૂમ બુક કરવાની સુવિધા આપે છે. આ રૂમ એસ અને નૉન એસી વિકલ્પ સાથે સિંગલ, ડબલ બેડ અને શયનકક્ષ રૂપે પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે તેની શરૂઆતની કિંમત ફક્ત 25 રૂપિયા છે. IRCTCની વેબસાઇટ દ્વારા જો તમે ત્રણ કલાક માટે રૂમ બુક કરવા માગતા હોય તો તમારે ફક્ત 25 રૂપિયા ખર્ચ કરવાના છે.

સાથે જ સાતથી નવ કલાક માટે 50 રૂપિયા અને 10થી 12 કલાક માટે 60 રૂપિયા, 13થી 15 કલાક માટે 70 રૂપિયાસ 16થી 18 કલાક માટે 80 રૂપિયા અને 19થી 21 કલાક માટે 90 રૂપિયા આપવાના રહેશે. 24 કલાક માટે 100 રૂપિયા અને 48 કલાકના બુકિંગ પર 200 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે. જો તમે બુકિંગ પેમેન્ટ ડિજિટલી કરશો તો તેમાં તમને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ રીતે કરો બુકિંગ

  • રિટાયરિંગ રૂમ બુક કરવા માટે તમારે સૌપ્રથમ IRCTCની વેબસાઇટ પર જવાનું છે.
  • ત્યાં યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા તમારુ એકાઉન્ટ ખોલો.
  • એકાઉન્ટ ખુલ્યા બાદ તમારે ટિકિટનો PNR નંબર નાંખવાનો છે.
  • તે બાદ તમે તમારા અનુસાર રિટાયરિંગ રૂમ બુક કરાવી શકો છો.

રૂમ કેન્સલ કરાવાના આ છે નિયમ

જો તમે ચેક ઇન કર્યાના 48 કલાક પહેલાં રૂમની બુકિંગ કેન્સલ કરાવો તો તમારી 20 ટકા રકમ કપાઇ જશે. પરંતુ જો તમે રિટાયરિંગ રૂમને ચેક ઇન કર્યાના 24 કલાક પહેલાં કેન્સલ કરાવ્યો તે તમારી 50 ટકા રકમ કપાઇ જશે. જો કે આ સુવિધાનો લાભ દરેક યાત્રીને નથી મળતો. જે યાત્રી પાસે કન્ફર્મ ટિકિટ હશે તે જ રિટાયરિંગ રૂમ બુક કરાવી શકે છે.

Read Also

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!