GSTV

આધારમાં ફેરફાર માટે હવે ભટકવાની જરૂર નથી, આ રીતે ફ્રીમાં મેળવો અપોઇન્ટમેન્ટ

આધાર

Last Updated on January 3, 2020 by Karan

આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે મહત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ ફક્ત એક દસ્તાવેજ જ નથી પરંતુ એક ઓળખ પત્ર પણ છે. કોઇપણ નાણાકીય લેવડ-દેવડ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર ખૂબ જ જરૂરી છે. પછી નવુ આધાર કાર્ડ બનાવાનુ હોય કે આધારમા નામ, સરનામુ, જન્મ તારીખ, ઇ-મેલ આઇડી, જેન્ડર અથવા બાયોમેટ્રિક અપડેટ કરવાનુ હોય. હવે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નથી. આધાર જારી કરતી સંસ્થા યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI) તમને ફ્રીમાં ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લેવાની સુવિધા આપે છે. એટલે કે તમે ઘરે જ આધાર સેવા કેન્દ્રો પર આધારને અપડેટ કરાવા માટે અપોઇન્ટમેન્ટ લઇ શકો છો.

આ રીતે મેળવો અપોઇન્ટમેન્ટ

UIDAIની વેબસાઇટ અનુસાર, હાલના સમયમાં ઓછામાં ઓછા 19 ફંક્શનલ આધાર સેવા કેન્દ્ર છે. આધાર જારી કરતી સંસ્થાએ વર્ષ 2019ના અંત સુધી 53 શહેરોમાં 114 તેવા કેન્દ્રો બનાવવાની યોજના બનાવી છે.

UIDAI દ્વારા સંચાલિત તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર શોધવા માટે કે અપોઇન્ટમેન્ટ બુક કરાવા માટે તમારે UIDAIના પોર્ટલના Book An Appointment પેજ પર જવાનું રહેશે. તેના ડ્રોપડાઉન મેન્યૂમાં તે તમામ જગ્યાના નામ છે, જ્યાં વર્તમાનમાં આધાર સેવા કેન્દ્ર ફંક્શનલ છે.

તમે તમારી પસંદનું એક સેન્ટર સિલેક્ટ કરીને તમારો મોબાઇલ નંબર આપીને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છે. જો તમે નવા આધાર માટે એનરોલ કરાવી રહ્યાં હોવ તો તમારે તમારુ નામ, જેન્ડર, ડેટ ઑફ બર્થ, એડ્રેસ વગેરે આપવું પડશે. જો તમે તમારા વર્તમાન આધાર ડેટામાં અપડેટ કે ચેન્જ કરવા માગતા હોય તો તમારે અપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે તમારો આધાર નંબર આપવો પડશે.

તમારી નજીકમાં કોઇ આધાર કેન્દ્ર ન હોય તો?

UIDAI ધીમે ધીમે દેશભરમાં પોતાના આધાર સેવા કેન્દ્રની સંખ્યા વધારી રહ્યું છે. જો તમારા ઘરની નજીક કોઇ આધાર કેન્દ્ર ન હોય તો તમે બેન્ક, પોસ્ટ ઑફિસ, બીએસએનએલ કસ્ટમર્સ સેન્ટર્સ અને રાજ્ય સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલી ઑફિસોમાં ચાલતાં આધાર કેન્દ્રમાં જઇ શકો છો.

આ પ્રકાર આધાર કેન્દ્ર ક્યાં છે તે જાણવા માટે તમારે UIDAIના પોર્ટલ પર ‘લોકેટ એન એનરોલમેન્ટ સેન્ટર’ પર જઇને પોતાના રાજ્યના નામ, પિન કોડ કે પોતાની લોકાલિટી, સિટી તથા ડિસ્ટ્રિક્ટ નાંખીને જાણી શકો છો.

Read Also

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!