GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

હવે Whatsappથી પણ બુક કરી શકશો LPG સિલન્ડર, ફોનમાં સેવ કરી લો આ નંબર

whatsapp

હવે LPG Cylinderનું બુકિંગ ઓનલાઇન, SMS ઉપરાંત Whatsapp દ્વારા પણ થઇ શકે છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની Indian Oil Corporation એ પોતાના Indane ગેસ પર આ સુવિધા શરૂ કરી છે. આ માટે કંપનીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક વોટ્સએપ નંબર પણ શેર કર્યો છે. આ અગાઉ ભારત ગેસ અને એચપી ગેસ પણ આવી સુવિધા શરૂ કરી ચુકી છે.

આ છે તે Whatsapp નંબર

ઈન્ડેન ગેસના ગ્રાહકોની સુવિધા માટે Whatsapp દ્વારા બુકિંગ માટે 7588888824 નંબર આપવામાં આવ્યો છે. આના દ્વારા હવે તમે ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. દેશના મોટાભાગના ગ્રાહકો પણ ઈન્ડેન ગેસના છે, જેઓ તેમના ઘરે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરે છે.

lpg

ગેસ એજન્સીમાં રજીસ્ટર હોવો જોઇએ નંબર

આ સેવા મેળવવા માટે, તમારો મોબાઇલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર થવો આવશ્યક છે. બીજા મોબાઇલ નંબરથી તમારું બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં. જો મોબાઈલ નંબર રજિસ્ટર થયેલ ન હોય તો ગેસ એજન્સી પર જઈને તરત જ રજીસ્ટર કરાવો.

આ સેવા ઉપરાંત હાલ ઓનલાઇન રજીસ્ટ્રેશન, SMS મોકલીને, મોબાઇલ એપ વગેરે દ્વારા ઘરે બેઠા નવો ગેસ સિલિન્ડર બુક કરી શકાય છે.

આ રીતે Whatsapp પર સિલિન્ડર બુકિંગ કેવી રીતે કરવું

સૌ પ્રથમ, તમારે 7588888824 પર મેસેજ કરવો પડશે. મેસેજ બોક્સમાં મેસેજ રિફિલ ટાઇપ કર્યા પછી તમારે હેશ બટન દબાવવું પડશે. આ પછી, તમારે તમારી 16 અંકનો કસ્ટમર ID  નાખવાનો છે. આ આઈડી ગેસ સિલિન્ડર બુકિંગ કોપી પર બતાવવામાં આવે છે. બુકિંગ કર્યા પછીર્ડર નંબરના સ્ટેટસનો રિપોર્ટ પણ મોબાઇલ વર્ઝનની એપમાં જોઇ શકાય છે.

બુકિંગ કર્યા પછી સિલિન્ડર ક્યારે તમારી પાસે પહોંચશે, સંબંધિત એજન્સી તરફથી ક્યારે મોકલવામાં આવશે, તે ક્યારે તમારી પાસે પહોંચશે, સિલિન્ડર કયા સ્થળે પહોંચાડવામાં આવે છે, તમે સોફ્ટવેર દ્વારા આ બધા પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવી શકશો. એટલે કે તમે પળેપળની અપડેટ્સ મેળવી શકો છો.

lpg

ઓવરચાર્જિંગની ફરિયાદ કરી શકશે

જો કોઈ તમારી પાસેથી સિલિન્ડરના વધુ પૈસા લે છે અથવા તમે કોઈ બીજી ફરિયાદ કરવા માંગતા હો, તો તમે ઇન્ડિયન ઓઇલના ટ્વિટર હેન્ડલ પર ફરિયાદ કરી શકો છો. સોફ્ટવેરમાં આપેલા ગ્રાહક પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ પણ છે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!