GSTV

દરરોજના બચાવો માત્ર 200 રૂપિયા અને કમાઓ 3 કરોડ, આપ પણ બની શકો છો આ રીતે કરોડપતિ

crorepati

દરેકની જીવનમાં એવી ઇચ્છા હોય છે કે ખૂબ પૈસા કમાવીને કરોડપતિ બનીએ. પરંતુ આવું પરાક્રમ કેટલાંક લોકો જ કરી શકે છે. જો કે, ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ જણાવે છે કે, જો તેનું પરફેક્ટ ઉંમરમાં પ્લાનિંગ કરવામાં આવે તો આવું કરવું કંઇ મુશ્કેલ નથી. શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સ એવી જગ્યા છે કે જ્યાં ઓછા પૈસામાં કરોડપતિ (crorepati) બની શકાય છે. જો TCS, એશિયન પેઇન્ટ્સ અને આઇટીસી કંપનીના શેર પર જરા નજર નાખીએ તો એવું થઇ ચૂક્યું છે. 14 વર્ષ પહેલાં જો કોઇએ આ કંપનીઓના શેરમાં દરરોજના માત્ર 200 રૂપિયા જ લગાવ્યા હોત તો આજે તે 3 કરોડના માલિક હોત.

જાણો કેવી રીતે?

ઘરેલુ શેર બજારમાં તેજીનો દોર શરૂ છે. સેન્સેક્સ 50 હજારના સ્તરે ઊભો છે. જ્યાં નિફ્ટી દરરોજ નવા શિખરને સ્પર્શી રહી છે. તેજીના આ સમયમાં અનેક શેર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એટલાં માટે શેર બજારને લઇને લોકો ફરીથી વાતો કરવા લાગ્યા છે.

એક્સપર્ટ્સ એવું જણાવે છે કે, જો કોઇએ 15 વર્ષ પહેલાં TCS ના IPO આવ્યા હતાં એટલે કે શેર બજારમાં એન્ટ્રી થઇ. તે શેરના ભાવ 900 રૂપિયા હતાં. જ્યારે હવે તેના 3220 રૂપિયા છે. શેયરએ 250 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે એશિયન પેઇન્ટ્સની કંપનીના શેરએ પોતાના IPO અત્યાર સુધી 21,566 ટકાનું રિટર્ન આપ્યું છે. જો તે સમયે કોઇએ 50 હજાર લગાવ્યા હોત તો તેન 4166 શેર મળતા. જેની કિંમત હવે 1.08 કરોડ રૂપિયા હોત.

હવે સવાલ થાય છે કે શું આગળ આ સંભવ છે?

એસકોર્ટ સિક્યોરિટી જણાવે છે કે, શેરબજાર સતત ઉંચાઇઓને સ્પર્શી રહી છે. જો કે નવા રોકાણકારના બજારમાં કેટલાંક નાની મૂડીથી શરૂઆત કરી શકે છે. સારા શેરમાં લાંબા ગાળાનું રોકાણ હંમેશા ફાયદાકારક રહે છે. ઇક્વિટીમાં રોકાણ એક સારો વિકલ્પ છે.

આપ કોઇ નાનામાં નાનું પણ જો કામ કરો છો તેના વિશે આપ પૂરી તપાસ કરો છો. આપ બજારમાંથી શાકભાજી ખરીદવા પણ જાઓ છો તો પૂરો ભાવતાલ કરો છો. પરંતુ હવે જ્યારે આપ શેરબજારમાં પૈસા રોકો છો તો કેટલાંક પરિચિતો અથવા તો બ્રોકરના કહેવા પર જ આવું કરો છો તો જરૂરૂ છે કે આપ શેર બજારથી સંબંધિત જાણકારી મેળવી લો.

વિશ્વના પ્રસિદ્ધ ઇન્વેસ્ટર વૉરેન બફેટ હંમેશા કહે છે કે, લાંબા ગાળા અને ઉત્તમ ડિવિડન્ડના રેકોર્ડવાળા શેરોમાં રોકાણ કરવું જોઇએ. આ સાથે જ શેરોમાં એક સાથે મોટું રોકાણ કરવાને બદલે નાની રકમનું રોકાણ કરવું સૌથી ઉત્તમ છે. નાના રોકાણને કારણે જોખમ ઓછું હોય છે. નિયમિત રોકાણને કારણે ઘટાડાના સમયે કિંમતોનો સરેરાશ ભાવ ઘટે છે અને નુકસાન પણ સીમિત હોય છે.

આપને જણાવી દઇએ કે, શેરબજારમાં આવા શેરોની સંખ્યા ખૂબ વધારે છે. જેની કિંમત 50 રૂપિયાથી 500 રૂપિયા સુધીની હોય છે. જેમાંથી અનેક શેર એવાં હોય છે કે જેના શેરોના ફંડામેન્ટલ મજબૂત માનવામાં આવે છે. માર્કેટ એક્સપર્ટના અનુસાર, રોકાણકાર દર મહીને નાની રકમ સાથે આ શેરોની ખરીદી કરી શકે છે.

હંમેશને માટે આ બાબત ધ્યાનમાં રાખો

ધ્યાન રાખો કે રોકાણની જનારી રકમ એટલી જ હોવી જોઇએ કે જેટલું આપનું બજેટ અથવા બચત કોઇને પણ પ્રભાવિત ન કરે. આવા રોકાણ ખૂબ લાંબા સમયના હોય છે. એટલાં માટે શેરોની પસંદગી માટે થોડું રિસર્ચ કરી લેવું જરૂરી છે. એક્સપર્ટની સલાહ પણ લઇ શકો છો. ખૂબ નાની રકમ સાથે આપ થોડાંક સમયમાં અનેક સારા એવાં શેરોને પોર્ટફોલિયો બનાવી શકાય. જો આમાંથી કોઇ પણ શેરમાં ગ્રોથ ઇન્ફોસિસ અથવા તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હિસાબથી હોય છે તો નાની રકમની મદદથી આપ કરોડપતિ પણ બની શકો છો.

READ ALSO

Related posts

સોલા સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર, પાઇપલાઇનના કોપરની ચોરી મામલે પોલીસે શકમંદ વ્યક્તિઓની અટકાયત કરતા મામલો બિચક્યો

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!