GSTV
Home » News » Whatsappના ફીચર્સ મિત્રો કરતા પણ પહેલાં ઉપયોગ કરવા માંગો છો તો કરો આટલું

Whatsappના ફીચર્સ મિત્રો કરતા પણ પહેલાં ઉપયોગ કરવા માંગો છો તો કરો આટલું

દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ એવું હોય છે કે જે પણ કામ કરે તેમાં તે પોતે પ્રથમ હોય. કારણકે સૌથી પહેલાં જો તમે કોઈ કામ કરો અને બાદમાં અન્ય લોકો કરે તો તમે પોતાની જાતને લોકોથી આગળ સાબિત કરી શકો છો. આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો છે. એવામાં દરેક યૂઝર્સે ઇચ્છા હોય છે સૌથી પહેલા નવા ફિચર્સ તેમના ફોનમાં આવે. જો તમે પણ એ જ લોકોમાં શામેલ છો જે WhatsAppના નવા ફિચર સૌથી પહેલા યૂઝ કરવા ઇચ્છો છો તો અમે તમને બતાવીએ કઇ રીતે તમે મેળવી શકો છો સૌથી પહેલા આ ફિચર્સનો લાભ…

તમને જણાવી દઇએ કે કોઇ પણ એપનું પહેલા બીટા વર્ઝન રિલીઝ થાય છે જે માત્ર બિટા યૂઝર્સ (ટેસ્ટર)માટે જ ઉપલબ્ધ હોય છે. બીટા વર્ઝન રિલીઝ થયા બાદ જ નોર્મલ વર્ઝન રિલીઝ થાય છે. ત્યારબાદ જ દેશ-દુનિયાના તમામ યૂઝર્સ તે ફિચરનો ઉપયોગ કરી શકે છે. પરંતુ જો તમે પણ બીટા ટેસ્ટર બનીને નવા ફિચરનો સૌથી પહેલા ઉપયોગ કરવા ઇચ્છો છો તો જાણો, બીટા યૂઝર્સ બનવાની પ્રોસેસ..

  • સૌથી પહેલા એન્ડ્રોઇડ ફોનના ગૂગલ પ્લે-સ્ટોર પર જઇને WhatsApp સર્ચ કરો. હવે WhatsApp ઇન્સ્ટોલ કર્યા બાદ પ્લે-સ્ટોર ના આ પેજ પર એકદમ નીચે જાઓ, ત્યાં તમને બીટા યૂઝર્સ બનવાનો વિકલ્પ મળશે.
  • હવે BECOME TESTER પર ક્લિક કરીને થોડો સમય રાહ જુઓ. થોડા સમય બાદ સર્ચ થયેલા WhatsAppની નીચે તમને You’re a beta tester for this app. Awesome! જોવા મળશે.
  • તમે હવે બીટા યૂઝર બની ચૂક્યા છો. હવે સમય-સમય પર તમે એપ અપડેટ કરતા રહો. તમને સૌથી પહેલા નવા નવા ફિચર્સ મળતા રહેશે.

Related posts

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana

રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને માર્યા તાળા, એક્ચ્યુઅલ કલાસના ઠેકાણા નથી મસમોટી ફેંકમફેંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!