GSTV

ઓમિક્રોનનાં સંકટ વચ્ચે તમે આ રીતે ટ્રાવેલિંગ કરતા હોવ તો ચેતી જજો, જાણો કઇ-કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન

Last Updated on January 13, 2022 by Dhruv Brahmbhatt

જો તમે કોરોનાના આવાં કાળમાં પણ સાર્વજનિક વ્હીકલ દ્વારા ટ્રાવેલિંગ કરી રહ્યાં છો, તો તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે. કારણ કે તમે દરરોજ આવાં અજાણ્યાં લોકો વચ્ચે મુસાફરી કરી રહ્યાં છો, જેમના વિશે તમે જાણતા નથી કે તેઓને કોરોના છે કે નહીં. એ લોકોની વચ્ચે મુસાફરી કરવી એ તમારી માટે કોરોનાને આમંત્રણ આપ્યાં બરાબર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. ત્યારે આજે અમે તમને કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું.

car driving

જો શક્ય હોય તો તમારા પોતાના વ્હીકલનો ઉપયોગ કરો

આવી સ્થિતિમાં, પ્રથમ સૂચન તો એ છે કે જો શક્ય હોય તો જાહેર વાહન દ્વારા મુસાફરી કરવાનું ટાળો અને તમારા ખાનગી વાહનનો ઉપયોગ કરો. કારણ કે, જાહેર વાહનમાં મુસાફરી કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું ખૂબ મુશ્કેલ થઇ શકે છે.

ખાનગી ટેક્સીનો ઉપયોગ કરો

જો તમારી પાસે ખાનગી વાહન ન હોય અને તમે પ્રાઈવેટ ટેક્સી અથવા ઓટો બુક કરાવો છો તો તમારે પ્રાઈવેટ ટેક્સી અથવા ઓટો દ્વારા મુસાફરી કરવી જોઈએ. જેથી તમે એકલા મુસાફરી કરી શકો અને તેનાંથી સોશિયલ ડિસ્ટન્સનું પણ ખૂબ સારી રીતે પાલન થાય.

ઓછાં મુસાફરો હોય તેવાં વ્હીકલમાં બેસો

જો આવું શક્ય નથી તો તમે એવી કોશિશ કરો કે તમે એવાં સાર્વજનિક વ્હીકલમાં મુસાફરી કરો કે જેમાં ઓછાંમાં ઓછાં લોકો હોય. જેનાથી તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકો.

માસ્ક બિલકુલ ન ઉતારો

પોતાની મુસાફરી દરમ્યાન કોઇ પણ સ્થિતિમાં પોતાનું માસ્ક બિલકુલ ના ઉતારો. સંપૂર્ણ યાત્રા દરમ્યાન માસ્ક પહેરી રાખો અને એમાંય માસ્ક બરાબર રીતે પહેરી રાખો. એટલે કે તેમાં નાક બરાબર ઢંકાયેલું હોવું જોઇએ.

GSTV

READ ALSO :

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!