GSTV
Finance Trending

શું હોય છે લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો? જાણો કેવી રીતે કરવું તેનું મૂલ્યાંકન

જીવન વીમા પૉલિસી લેતી વખતે, એવા ઘણા લોકો હોય છે જેઓ જીવન વીમા કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયો અથવા CSR વિશે જાણતા નથી. જોકે, પોલિસીધારકો માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. તેનાથી જાણ થાય છે કે, વીમા કંપનીએ કેટલા ટકા સુધી ક્લેમ સેટલમેન્ટ કર્યુ છે.

ઈન્સ્યોરન્સ

વાસ્તવમાં, કોઈ નાણાકીય વર્ષ દરમિયાન એક લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા સેટલ અથવા આપવામાં આવેલાં ટોટલ ક્લેમથી ક્લેમ સેટલમેન્ટ રેશિયો અથવા CSRની જાણ થાય છે. તેની ગણતરી કરવા માટે, કરવામાં આવેલાં ટોટલ ક્લેમને સેટલ કરવામાં આવેલા ટોટલ ક્લેમ સાથે ભાગાકાર કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પાસે 100 ડેથ ક્લેમ કરવામાં આવ્યા છે અને તેમાંથી તે કંપનીના 93 ક્લેમનું સેટલમેન્ટ કરાયુ છે, તો તે કંપનીનું ક્લેમ સેટલમેન્ટ રેશિયો 90 ટકા અને ક્લેમ રિજેક્શન રેટ 10 ટકા હશે.

ઈન્સ્યોરન્સ

97 ટકાથી વધુ CSR ધરાવતી કંપની પસંદ કરો

પોલિસી ખરીદતા પહેલા, એવી વીમા કંપની પસંદ કરો કે જેની પાસે શ્રેષ્ઠ ક્લેમ સેટલમેન્ટ રેશિયો હોય. યોગ્ય વીમા કંપની પસંદ કરતા પહેલા, તેમની CSR તપાસો. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દર વર્ષે ક્લેમ સેટલમેન્ટ રેશિયોના ડેટા જારી કરે છે. ક્લેમ સેટલમેન્ટ રેશિયો જ્યારે વધારે હશે, કંપનીનો ક્લેમ રેકોર્ડ તેટલો જ સારો રહેશે. 97 ટકાથી વધારેનો આંકડો સુરક્ષિત માનવામાં આવે છે. ક્લેમ સેટલમેન્ટ રેશિયો દ્વારા તમે પોતાની ઈન્સ્યોરન્સ કંપનીની ક્રેડિબિલિટી તપાસી શકો છો.

READ ALSO:

Related posts

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda

કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ

Binas Saiyed

Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી

Hemal Vegda
GSTV