GSTV
Gujarat Government Advertisement

કામનું/ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવી શકો છો PAN Card, આ સ્ટેપને કરવા પડશે ફોલો

PAN

Last Updated on April 23, 2021 by Damini Patel

બેન્કને લઇ બીજ જરૂરી કામોમાં પાન કાર્ડની જરૂરત પડે છે. પરંતુ કોરોના કાળને લઇ જો તમે એને બનાવવા માટે બહાર નહિ જઈ શકો તો ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે તમે ઘરે બેઠા પણ સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો અને તે પણ 10 મિનિટમાં. આને ઇન્સ્ટન્ટ પાન પણ કહે છે.

ઇન્સ્ટન્ટ પાન ઓરીજીનલ પાન કાર્ડની સોફ્ટ કોપી હોય છે એટલે ઈ-પાન. એ પણ સરકારી કામોમાં પુરી રીતે માન્ય છે. એને એપ્લાય કરવાના માત્ર 10માં મેળવી શકાય છે. આ સુવિધા એ લોકોને મળે છે જેની પાસે આધાર નંબર હાજર છે અને એનો મોબાઈલ નંબર આધાર સાથે રજીસ્ટર્ડ છે.

આવેદનની પ્રક્રિયા

  • આવેદન કરવા માટે www.incometaxindiaefiling.gov.in/home પર વિઝીટ કરો અહીં, “Quick Links”માં “Instant PAN through Aadhaar” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમે ઈચ્છો તો https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/index.html?lang=eng પર પણ વિઝીટ કરી શકો છો.
  • અહીં ‘Get New PAN’ પર ક્લિક કરો. અહીં પોતાનો આધાર નંબર કેપ્ચા કોડ ભરો
  • હવે ‘જનરેટ આધાર ઓટીપી’ પર ક્લિક કરો. કોડ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. તેને ભરો
  • હવે તમારી આધાર વિગતો વિશે માહિતી આપો. પ્રક્રિયા પૂર્ણ થવા પર એક્નોલેજમેન્ટ નંબર જનરેટ થશે. તે 15 અંકનો હશે.
  • આ પછી, અરજદારના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પર મેસેજ આવશે, જેમાં એક્નોલેજમેન્ટ નંબર શામેલ હશે.
  • એકવાર પાન ફાળવ્યા પછી, ઇ-પાન ડાઉનલોડ કરી શકાય છે. ઇ-પાન પીડીએફ ફોર્મેટમાં હશે.
  • જો તમારી ઇ-મેઇલ આઈડી આધાર સાથે રજીસ્ટર્ડ છે, તો ઇ-પાન પણ તમને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

સ્ટેટસ પણ કરી શકો છો ચેક

જો તમે ઇચ્છો, તો તમે પાનનું સ્ટેટસ ચકાસી શકો છો. આ માટે ઓટીપી ઓથેન્ટિકેશનની જરૂર પડશે. ઇન્સ્ટન્ટ પાન ડિજિટલ ફોર્મેટમાં છે. આ માટે અરજદારો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. આ પ્રક્રિયામાં, ઇન્સ્ટન્ટ પાન આધાર આધારિત ઇ-કેવાયસી દ્વારા પૂરી પાડવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Harshad Patel

AIIMS Recruitment 2021: પ્રોફેસરના 127 પદો પર વેકેન્સી, એક લાખથી વધુ છે સેલરી

Pritesh Mehta

સોશિયલ મીડિયા પર શક્તિમાનની મોતની અફવાઓ, પોતે એક્ટરે આવીને આપ્યો આ જવાબ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!